PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત તાલુકા કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા નીમચ ગામના રોઝ સંજયકુમાર દલસીંગભાઇએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી શૌચાલય યોજનામાં ચુક્વણા વાઉચર મુજબના આશરે ચાર હજાર જેટલા શૌચાલયોના લાભાર્થીઓના ફોર્મ સહિતના અગત્યના દસ્તાવેજો રજૂ નહીં કરી સાડા ચાર કરોડ ઉપરાંતની માતબર રકમની ઉચાપત કરી શૌચાલય યોજનામાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાની આશંકાએ ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણી દ્વારા તારીખ.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ આરોપી રોઝ સંજયકુમાર દલસીંગભાઇ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં કાયદેસરની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરીયાદના આધારે ગરબાડા પોલીસે સદર કૌભાંડની તપાસ ચાલુ કરતાં આરોપી રોઝ સંજય આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટ ગયો હતો પરંતુ હાઇકોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કરતાં આરોપી રોઝ સંજયકુમાર દલસીંગ છેલ્લા કેટલાક માસથી ફરાર થઈ ગયો હતો પરંતુ હાલમાં જ ગરબાડા પોલીસે બાતમીના આધારે શૌચાલય કૌભાંડના આરોપી રોઝ સંજયકુમાર દલસીંગની દાહોદથી અટક કરી આ શૌચાલય કૌભાંડની વધુ તપાસ હાથ ધરેલ છે.