ગરબાડા તાલુકાની જનતાએ દિવાળીના તહેવારની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી. લોકોએ પોતાના ઘરો ઉપર રંગરોગાન કરી રંગબેરંગી રોશનીના ઝગમગાટ અને આંગણામાં રંગોળી કરી તથા દિપ પ્રગટાવી દારૂખાનાના ધૂમધડાકા અને આતશબાજી સાથે દિપાવલીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
દિવાળીના તહેવારની ધામધુમથી ઉજવણી કર્યા બાદ આજ રોજથી શરૂ થતાં સંવત ૨૦૭૫ ના આગમનને ગરબાડા તાલુકાના લોકોએ ધૂમધડાકા અને આતશબાજી સાથે અપાર આનંદ અને ઉત્સાહભેર નવાવર્ષને આવકારયું હતું અને લોકોએ એકબીજાને મળી નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તથા મંદિરોમાં અન્નકૂટના ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષોથી ચાલતી આવતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવી હતી અને આ ગાયગોહરી જોવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું.
ગાયગોહરીની ઉજવણી દરમ્યાન કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પોલિસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.