PRIYANK CHAUHAN – GARBADA
રાજ્ય વ્યાપી પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ તારીખ.૦૨/૦૪/૨૦૧૭ ના રોજ બીજા રાઉન્ડનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. પોલીયો રસીકરણના બીજા રાઉન્ડના ભાગરૂપે ગરબાડા પંચાયત ઓફિસ (પોલિયો બુથ) ખાતે તથા તાલુકાના અન્ય પોલિયો બુથ ઉપર ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને ઓરલ પોલિયો વેક્સિનના બે ડ્રોપ્સ પીવડાવી પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.
એકપણ બાળક પોલિયો રસીકરણ વગર રહી ન જાય તે માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા સોમવાર અને મંગળવારના દિવસે ઘરેઘરે ફરી બાળકોને પોલિયોના ઓરલ ડ્રોપ્સ પીવડાવી પોલિયો રસીકરણ કરવામાં આવશે.
પોલિયો રસીકરણ બીજા રાઉન્ડના ભાગરૂપે પ્રજામાં જાગૃતતા આવે તે માટે તારીખ.૦૧/૦૪/૨૦૧૭ ના રોજ સવારમાં આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં બેનર રાખી પોલિયો વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગરબાડા નગરમાં રેલી કાઢવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે.