Monday, January 27, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યા બાદ પણ લાભાર્થીઓએ આવાસની...

ગરબાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો મળ્યા બાદ પણ લાભાર્થીઓએ આવાસની કામગીરી શરૂ ન કરતાં ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને ગરબાડા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીઓ મારફતે નોટીસો ફટકારી

PRIYANK CHAUHAN – GARBADA

 

  • ત્રણ માસ અગાઉ આવાસના ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને આ યોજનાનો રૂ।.૩૦,૦૦૦/- ની રકમનો પ્રથમ હપ્તો ખાતામાં ઓનલાઈન નાખી દેવામાં આવ્યો.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં કુલ રૂ।.૧,૨૦,૦૦૦/-ની રકમના ચાર હપ્તામાં ઓનલાઇન ચૂકવણું કરવામાં આવે છે.
  • નોટીસો મળતા અંદાજિત ૧૦૦૦ જેટલા લાભાર્થીઓ આવાસના કામો શરૂ કર્યા.

ગ્રામીણ વિસ્તારમાં ગરીબોને રહેવાની છત મળી રહે અને કોઈ ઘર વિહોણા ન રહી જાય તેવ ઉદેશથી ભારત સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના અમલમાં મુકી છે. જેમાં વર્ષ ૨૦૧૨ ના CECC ડેટા મુજબના સર્વે પ્રમાણે ગરબાડા તાલુકામાં અંદાજીત ૬૦૦૦ જેટલા લાભાર્થીઓને આવાસ આપવાનો લક્ષ્યાંક હતો. જે પૈકી ગરબાડા તાલુકાના ૫૦૦૦ લાભાર્થીઓ ના ખાતામાં ત્રણેક માસ અગાઉ યોજનાનો પહેલો હપ્તો રૂ।.૩૦,૦૦૦/- લાભાર્થીના ખાતામાં ઓનલાઇન નાખી દેવામાં આવ્યો હતો જેથી કરી લાભાર્થી વહેલી તકે આવાસની કામગીરી ચાલુ કરી શકે. તેમ છતાં પણ લાભાર્થીઓ દ્વારા આવાસની કામગીરી ચાલુ નહીં કરાઇ હોવાનું આસિસ્ટન્ટ ટેકનીકલો દ્વારા તપાસમાં બહાર આવતા જેના અનુસંધાનમાં વહેલી તકે આવાસની કામગીરી ચાલુ કરવા માટે ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને ગરબાડા ટીડીઓ એ.એ.મકરાણીએ તલાટીઓ દ્વારા નોટીસો પહોંચતી કરાવાઇ હતી અને નોટીસમાં ઉલ્લેખ કરાયો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સને ૨૦૧૬-૧૭ અથવા ૨૦૧૭-૧૮ માં તમારૂ આવાસ મંજુર કરી અત્રેની કચેરી દ્વારા તમારા બેન્ક ખાતામાં રૂ।.૩૦,૦૦૦/- ની પ્રથમ હપ્તાની રકમ ઓનલાઇન જમા કરેલ છે. પરંતુ તમારા દ્વારા આવાસનું કામ શરૂ કરવામાં આવેલ નથી. જે ઘણી ગંભીર બાબત ગણાય સરકારની આવાસ યોજના અંતર્ગત તમારૂ આવાસ મંજુર થયાને પ્રથમ હપ્તાની રકમ મળ્યેથી આવાસનું બાંધકામ શરૂ કરેલ નથી તો આ પત્ર મળ્યેથી તમારા આવાસનું કામ ચાલુ કરવામાં જણાવવામાં આવે છે. તેમ કરવામાં જો વિલંબ થશે તો તમોને ચુકવેલ એડવાન્સ હપ્તાની રકમ સરકારના નિયમ અનુસાર પરત વસુલ કરવામાં આવશે તેવો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

લાભાર્થીઓને કુલ કેટલાં રૂપિયા અપાય છે >> પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા લાભાર્થીના ખાતામાં ઓનલાઇન ચૂકવણું કરવામાં આવે છે જેમાં સરકાર પહેલા હપ્તામાં રૂ।.૩૦,૦૦૦/- બીજા હપ્તામાં રૂ।.૫૦,૦૦૦/- ત્રીજા હપ્તામાં રૂ।.૩૦,૦૦૦/- અને છેલ્લા ચોથા હપ્તામાં રૂ।.૧૦,૦૦૦/- મળી કુલ રૂ।.૧,૨૦,૦૦૦/- ની રકમ આવાસ બનાવવા માટે ઓનલાઇન ચૂકવે છે અને તે સીવાય નરેગા યોજના અંતર્ગત કામગીરીમાં પણ અંદાજે રૂ।.૧૭,૦૦૦/- ની ચુકવણી પણ જોબકાર્ડ દ્વારા કામ કરાય તેને ચુકવે છે.

<< BYTE >> એ.એ.મકરાણી, તા.વિ.અધિકારી, ગરબાડા >> તાલુકામાં અંદાજે ૫૦૦૦ જેટલા લાભાર્થીઓના ખાતામાં રૂ।.૩૦,૦૦૦/- ની રકમનો પહેલો હપ્તો ઓનલાઇન જમા થયા બાદ પણ આવાસની કામગીરી ચાલુ ન કરાઇ હોય તેવા ૫૦૦૦ લાભાર્થીઓને કામ ચાલુ કરવા તલાટીઓ દ્વારા નોટીસો અપાઇ છે. જેથી કરી વહેલી તકે આવાસની કામગીરી ચાલુ કરાય. જાણવા મળ્યા મુજબ નોટીસ મળ્યા બાદ અંદાજિત ૧૦૦૦ જેટલા લાભાર્થીઓએ આવાસના કામ શરૂ કરી દિધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments