NewsTok24 – Pryank Chauhan – Garbada
ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ગરબાડા તાલુકાના બુથ વિસ્તારોમાં તારીખ ૦૫ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની શરૂઆત થઈ ગઈ છે. આ કાર્યક્રમ દરમિયાન નામરદ કરાવવા, મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર નોંધોમાં ભુલ જેમ કે નામ, સરનામા, જાતિ, ઉંમર, ફોટો વગેરે સુધારવા તેમજ તારીખ.૦૧/૦૧/૨૦૧૬ ના રોજ જેની ઉંમર ૧૮ વર્ષની થતી હોય તેવા મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવા જરૂરી ફોર્મ ભરી નોંધાવી શકશે.
તારીખ ૬ ડિસેમ્બર તથા તારીખ ૧૩ ડિસેમ્બરના રોજ નિયોજીત સ્થળોએ ગામના બુથોએ બી.એલ.ઓ. મારફતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ કાર્યક્રમ હેઠળ નવા નામ ઉમેરો કરવા, નામ રદ તથા ક્ષતિઓના સુધારા થનાર છે.
આજ તારીખ ૦૬ ડિસેમ્બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ખાસ ઝુંબેશ યોજવામાં આવ્યું હતું. આગામી તારીખ ૧૩ ડિસેમ્બર રવિવારના રોજ પણ ખાસ ઝુંબેશ યોજવામાં આવનાર છે.