ભગવાન શંકરને પ્રિય એવા વાર સોમવાર અને મહા વદ તેરસ મહાશિવરાત્રિના અદભુત સંયોગ વચ્ચે ગરબાડા પંથકના વિવિધ નાનામોટા શિવાલયોને શણગારી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથીજ ભક્તજનો વિવિધ નાનામોટા શિવાલયોમાં ભગવાન શંકર ભોલેનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભક્તજનો ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવલિંગ ઉપર જળાભિષેક તથા વિવિધ સામગ્રીથી અભિષેક કરતાં નજરે પડતાં હતા અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.
ગરબાડા રામનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવને પ્રિય એવિ ભાંગ (મિસરીયુક્ત) પ્રસાદીરૂપે આપવામાં આવી હતી અને શિવરાત્રિના મહાપર્વને અનુલક્ષીને ભગવાન શિવને પ્રસન્ન કરવા ગરબાડા રામનાથ મહાદેવના મંદિરે ભક્તજનો દ્વારા ચાર પ્રહર પુજા પાઠનું આયોજન કરવામાં આવેલ છે.