NewsTok24 – Priyank Chauhan – Garbada
રાજ્યમાં તાલુકા–જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી તારીખ ૨૯ મી નવેમ્બર રવીવારના રોજ યોજાનાર છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતિમ ચરણમાં પહોંચી છે. જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં રાજકીય ગરમાવો છવાયેલો જોવા મળે છે.
ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાછલા કેટલાક દિવસોથી ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગરબાડા તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં છે. જેઓનું ભાવિ અંદાજે ૧૧૧૫૯૯ મતદારો નક્કી કરશે.
ગઇકાલથી એટલે કે શુક્રવાર સાંજે ૫:૦૦ કલાકથી ચૂંટણી પ્રચારના પડઘમ બંધ (શાંત) થઇ ગયા છે ત્યારે હવે મતદાનના આગલા દિવસેસમયનો ભરપૂર ઉપયોગ કરી ઉમેદવારો ખાટલા બેઠકો તેમજ ખાનગી બેઠકોનો દોર ચલાવી વિવિધ આયોજનો દ્વારા મતદારોને રીઝવવાનો આખરીપ્રયાસ કરશે.
તો બીજી તરફ ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં ચૂંટણી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને સવારથીજ મતદાન મથકો માટે પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ સ્ટાફ તેમજ ઇવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી રહી છે