PRIYANK CHAUHAN GARBADA
સરકારના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૨ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તારીખ.૨૭ ડિસેમ્બરના રોજ યોજાનાર હોય જેનું મતદાન ગરબાડા તાલુકાનાં ૭૬ મતદાન મથકો ઉપર થવાનું છે. આ તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ કમર કસી છે.
વહીવટી તંત્રએ ગરબાડા તાલુકાના ૭૬ મતદાન મથકો પૈકી ૪૨ મતદાન મથકો અતિસંવેદનશીલ તથા ૧૦ મતદાન મથકો સંવેદનશીલ તથા ૨૪ મતદાન મથકો સામાન્ય નક્કી કરેલ છે.
| અતિસંવેદનશીલ મતદાન મથકો | સંવેદનશીલ મતદાન મથકો | સામાન્ય મતદાન મથકો |
૧. | આંબલી-૪ | નાંદવા-૨ | સાહડા-૩ |
૨. | જેસાવાડા-૩ | દાદુર-૨ | પાંચવાડા-૨ |
૩. | ગુલબાર-૩ | ગાંગરડા-૩ | જાંબુઆ-૨ |
૪. | નીમચ-૨ | મિનાકયાર-૩ | ભરસડા-૩ |
૫. | છરછોડા-૪ |
| નળવાઈ-૩ |
૬. | બોરીયાલા-૬ |
| દેવધા-૩ |
૭. | પાટીયા-૪ |
| ટૂંકીવજુ-૬ |
૮. | ભે-૫ |
| ગાંગરડી-૨ |
૯. | નઢેલાવ-૭ |
|
|
૧૦. | સીમળીયાબુઝર્ગ-૪ |
|
|
| કુલ-૪૨ | કુલ-૧૦ | કુલ-૨૪ |
આ તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્રએ કવાયત શરૂ કરી છે.