ગરબાડા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેવધા ગામે કરવામાં આવી હતી જેમાં સવારના ૦૯:૦૦ કલાકે ગરબાડાના નાયબ મામલતદાર હાર્દિક જોશી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદનમાં કાર્યક્રમની સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ અવનવી ક્રુતિઓ રજૂ કરી હતી.
સરકાર તરફથી દેવધા ગ્રામ પંચાયતના સરપંચને ગામના વિકાસ અર્થે રૂપિયા પાંચ લાખનો ચેક ગરબાડા નાયબ મામલતદાર જોશી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો અને આરોગ્ય વિભાગ તરફથી આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયત ઓફિસ, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, ગામની તથા તાલુકાની અન્ય શાળાઓમાં તથા સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ૭૦ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન-શાનથી કરવામાં આવી હતી અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.