Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાલચંદ નાથીયાભાઇ ભુરીયા અને તાલુકા સભ્ય નરસીંગ મોહનીયાનું...

ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાલચંદ નાથીયાભાઇ ભુરીયા અને તાલુકા સભ્ય નરસીંગ મોહનીયાનું થયેલ અપહરણ

Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272-150x53(1)

Priyank Chauhan Garbada

ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાલચંદ નાથીયાભાઇભુરીયા અને સભ્ય નરસીંગભાઇ સુરસીંગભાઈ મોહનીયાનું ગરબાડા તાલુકા પંચાયત નજીકથી અપહરણ થતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ થયેલ અપહરણ બાબતે અપહ્યત લાલચંદભાઈ નાથીયાભાઈભુરીયાની પત્ની નામે મીનાબેન લાલચંદભાઈ ભુરિયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

        પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ.૨૧/૦૧/૨૦૧૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ફરિયાદીના પતિ લાલચંદભાઈ કે જેઓ ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોય ગરબાડા તાલુકા પંચાયતના કામ અર્થે જવા નીકળેલા દરમ્યાન બપોરના ત્રણેક વાગ્યે આ કામના ફરિયાદીને વાતો વાતોથી જાણવા મળેલ કે, ફરિયાદીના પતિ લાલચંદભાઈને ગાડીમાં કોઈ ઉપાડી ગયેલ છે તેથી આ કામના ફરિયાદી તથા તેમનો છોકરો નામે અરવિંદભાઇ બંને જણા ગરબાડા તાલુકા પંચાયત કચેરીએ પહોચેલા અને ત્યાં માણસોનુ ટોળું ભેગું થયેલ હતું અને ત્યાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયત સભ્યશ્રી ચંદ્રસિંહ ગુલાબસિંહ ગણાવા મળેલ અને કહેલ કે, તમારા પતિ લાલચંદભાઈ નાથીયાભાઈ ભુરિયા તથા નરસીંગભાઇ સુરસીંગભાઈ મોહનીયા  બંનેને ગુલબાર ગામના મનુભાઈ નાથાભાઈ મંડોડનાઓ બોલેરો ગાડીમાં તેઓની સાથે માજુભાઈ તેરસિંગભાઇ ભાભોર રહે. છરછોડા તેમજ તેઓની સાથે કમલેશભાઈ દિતાભાઈ માવી રહે. ઝરીખરેલી તેમજ સોમાભાઇ ઝીથરાભાઈ દેહદા રહે. દેવધા તથા બાલુભાઈ સોમાભાઇ દેહદા રહે. દેવધા એ રીતના માણસો બોલેરો ગાડીમાં બેસીને આવેલા અને ગાડીમાંથી સોમાભાઇ ઝીથરાભાઈ તથા બાલુભાઈ સોમજીભાઈ નીચે ઉતરી બંને જણાએ લાલચંદભાઈ નાથીયાભાઈ ભુરિયાનાઓને ગળું પકડી ઊંચકી બળજબરીથી ગાડીમાં નાંખેલા અને તે દરમ્યાન કમલેશભાઈ દિતાભાઇ માવી અને માજુભાઈ તેરસિંગભાઈ ભાભોરનાઓએ મળી નરસીંગભાઇ સુરસીંગભાઈ મોહનીયાને બળજબરીપૂર્વક ઊંચકીને બોલેરો ગાડીમાં નાંખી દીધેલ અને મનુભાઈ નાથીયાભાઈ મંડોડ રહે.ગુલબાર સ્ટેરિંગ ઉપર ડ્રાઇવિંગ કરતાં હોય ગાડી ચાલુ રાખેલ અને આ બંને માણસોને નાંખી અપહરણ કરી નવાફળિયા રોડ તરફ ગાડી લઈ નાસી ગયેલ હોવાની વાત ફરિયાદીને કરેલ.

        આ અપહરણની ઘટના બાબતે મીનાબેન લાલચંદભાઈ ભુરિયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં (૧) માજુભાઈ તેરસિંગભાઇ ભાભોર (૨) કમલેશભાઈ દિતાભાઈ માવી (૩) બાલુભાઈ સોમાભાઇ દેહદા (૪) સોમાભાઇ ઝીથરાભાઈ દેહદા (૫) મનુભાઈ નાથીયાભાઈ મંડોડ સામે ફરિયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફર્સ્ટ.ગુ.ર.નં.૬/૧૬ ઇ.પી.કો.કલમ.૩૬૫, ૧૪૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

        જાણવા મળ્યા મુજબ આજરોજ બંને અપહ્યત લાલચંદભાઈ નાથીયાભાઇ ભુરિયા તથા નરસીંગભાઈ સુરસીંગભાઇ મોહનીયાને ગરબાડા પોલિસ સ્ટેશનમાં હાજર કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments