NewsTok24 – Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી તારીખ ૨૯ નવેમ્બરના રોજ યોજાયેલ હતી જેમાં ગરબાડા તાલુકામાં કુલ ૫૯.૪૫% મતદાન થયેલ હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલ મતદાન બાદ મત ગણતરી આજરોજ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે ગરબાડા માધ્યમિક શાળા ખાતે સવારના ૯:૦૦ કલાક થી પ્રારંભ કરવામાં આવી હતી.
રાજકીય નેતાઓ તથા તેમના સમર્થકો દ્વારા મતદાનની ગણતરી કરી હાર જીતના દાવા કરાતાં હતા ત્યારે દિવાસોથી ચાલી રહેલી અટકળોનો આજેઅંત આવ્યો છે.
ગરબાડા તાલુકા પંચાયતની ૨૪ બેઠકો તથા જીલ્લા પંચાયતની ૫ બેઠકોનું માટેનું પરીણામ જાહેર થઈ ગયેલ છે. જેમાં ગરબાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગરબાડા તાલુકાની કુલ ૨૪ બેઠકો પૈકી ભાજપ ૦૯ બેઠકો ઉપર વિજેતા થયેલ છે તથા કોંગ્રેસ ૧૫ બેઠકો ઉપર વિજતા જાહેર થઈ છે. તેવીજ રીતે ગરબાડા તાલુકાની જિલ્લા પંચાયતની કુલ ૫ બેઠકો પૈકી ભાજપ ૧ બેઠક ઉપર તથા કોંગ્રેસ ૪ બેઠકો ઉપર વિજેતા જાહેર થયેલ છે.
: ગરબાડા તાલુકા પંચાયત ૨૪ બેઠકોના પરિણામની વિગત :
વોર્ડ નં | વોર્ડનું નામ | વિજેતા ઉમેદવાર નું નામ | પક્ષ | મળેલ મત |
૧ | આંબલી | પલાસ નિરૂપાબેન દિલીપભાઇ | કોંગ્રેસ | ૧૯૬૦ |
૨ | અભલોડ.૧ | નગોતા હરજીભાઇ પુંજાભાઇ | કોંગ્રેસ | ૧૭૬૩ |
૩ | અભલોડ.૨ | ભાભોર જુનાબેન વિનોદભાઇ | ભાજપ | ૧૦૮૮ |
૪ | ભરસડા | બારિયા બળવંતસિંહ પ્રતાપસિંહ | કોંગ્રેસ | ૨૧૪૯ |
૫ | ભે | ભુરિયા લાલચંદભાઈ નાથીયાભાઈ | કોંગ્રેસ | ૧૧૮૫ |
૬ | બોરિયાલા | ડામોર ભલસિંગભાઈ ઝીથરાભાઈ | ભાજપ | ૧૫૨૬ |
૭ | દેવધા | દેહદા અમનાબેન બાલુભાઈ | કોંગ્રેસ | ૧૯૫૪ |
૮ | ગાંગરડા | અમલીયાર ભારતસિંગ નાનાભાઇ | ભાજપ | ૧૩૫૩ |
૯ | ગરબાડા.૧ | પરમાર મહેશ ચુનીલાલ | ભાજપ | ૧૪૨૦ |
૧૦ | ગરબાડા.૨ | બામણ્યા પ્રતાપભાઈ ભગાભાઇ | ભાજપ | ૧૮૧૧ |
૧૧ | ગરબાડા.૩ | ભુરીયા વિણાબેન લાલુભાઈ | કોંગ્રેસ | ૧૪૨૫ |
૧૨ | ગુલબાર | મંડોડ નાથીયાભાઈ નાનાભાઇ | ભાજપ | ૧૨૯૭ |
૧૩ | જેસાવાડા | પરમાર નર્મદાબેન રામાભાઇ | કોંગ્રેસ | ૧૬૮૧ |
૧૪ | માતવા | ડાંગી શારદાબેન મંગળસિંહ | કોંગ્રેસ | ૧૩૮૮ |
૧૫ | મિનાકયાર | જાદવ સવિતાબેન લલ્લુભાઈ | ભાજપ | ૭૭૦ |
૧૬ | નઢેલાવ.૧ | ભાભોર ઉષાબેન શૈલેષભાઈ | કોંગ્રેસ | ૧૨૧૪ |
૧૭ | નઢેલાવ.૨ | ભાભોર જીવલીબેન માજુભાઈ | ભાજપ | ૨૪૪૫ |
૧૮ | નળવાઈ | મુહનીયા નરસીંગ સુરસીંગ | કોંગ્રેસ | ૧૩૧૦ |
૧૯ | પાંદડી | પસાયા સવિતાબેનરૂપસીંગ | કોંગ્રેસ | ૧૩૬૮ |
૨૦ | પાટિયા | ભુરીયા મંગીબેન હરમલભાઇ | કોંગ્રેસ | ૧૦૯૯ |
૨૧ | સીમાલિયાબુઝર્ગ | પરમાર કાસુબેન સેંગાભાઇ | કોંગ્રેસ | ૮૨૯ |
૨૨ | ટૂંકીવજૂ | કટારા મગનભાઇ દીતાભાઇ | કોંગ્રેસ | ૧૬૭૭ |
૨૩ | ઝરીબુઝર્ગ.૧ | માવી કમલેશભાઈ દિતાભાઈ | ભાજપ | ૧૪૧૪ |
૨૪ | ઝરીબુઝર્ગ.૨ | ગણાવા ગોરચંદભાઈ લાલુભાઈ | કોંગ્રેસ | ૧૨૧૨ |
: દાહોદ જિલ્લા પંચાયત ૦૫ બેઠકોના પરિણામોની વિગત(ગરબાડા તાલુકાની)
વોર્ડ નં | વોર્ડનું નામ | વિજેતા ઉમેદવાર નું નામ | પક્ષ | મળેલ મત |
૧ | ૨-અભલોડ | રમીલાબેન લીંબાભાઈ ભુરિયા | કોંગ્રેસ | ૭૫૦૨ |
૨ | ૬-ભે | નીલમસિંહ માનસિંહ બારીઆ | કોંગ્રેસ | ૫૪૪૭ |
૩ | ૧૬-ગરબાડા | મોહિન્દ્રાબેન અજીતસિંહ રાઠોડ | ભાજપ | ૮૧૪૬ |
૪ | ૩૫-નઢેલાવ | ચંદ્રભાણસિંહ મનસુખભાઇ કટારા | કોંગ્રેસ | ૮૮૧૦ |
૫ | ૫૦-ઝરીબુઝર્ગ | દક્ષાબેન ચંદ્રસિંહ ગણાવા | કોંગ્રેસ | ૫૬૩૦ |
ભાજપના વિજેતા ઉમેદવારો દ્વારા ગરબાડા ગામમાં ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. આમ,ગરબાડા તાલુકામાં મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.