VIPUL JOSHI –– GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના BRC કો-ઓર્ડીનેટર ડેનિશકુમાર હિરપરા દ્વારા શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા, કિચન ગાર્ડન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ માટે મોટીવેશન કરી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. BRC ભવન ઓફિસ ફરતે એક ખાડા જેવું હતું. જેમાં ટ્રેક્ટરમાં માટી મંગાવીને તે ખાડાઓમાં પુરાણ કરાવ્યું. છેલ્લા બે વર્ષથી સતત સાફ-સફાઈ કરીને તેમાં ઊગતું નકામું ઘાસ દૂર કરવામાં આવ્યું. આ ઓફિસની ફરતે ઢોર તથા બકરાનો રંજાડ ન થાય તે માટે ફરતી બાજુ તારની જાળી (સ્વ ખર્ચે) બાંધીને સુરક્ષિત કરવામાં આવ્યું. આ કમ્પાઉન્ડમાં આજ રોજ એક પ્રેરણાત્મક અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે સ્વખર્ચે છોડ તથા કિચન ગાર્ડન થી સુશોભિત કરવામાં આવ્યું જેમાં ઓફીસ સ્ટાફના કર્મચારીઓનો ખૂબ સહકાર મળેલ છે.