Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા - દાહોદ હાઈવે પર બે બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાતા બંને...

ગરબાડા – દાહોદ હાઈવે પર બે બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇકના ચાલકોને ગંભીર ઇજાઓ થતાં એકનું સારવાર દરમ્યાન મોત જ્યારે બીજા ઈસમન સારવાર અર્થે દવાખાનામાં દાખલ

 

 

ગરબાડાથી દાહોદ જતાં રોડ ઉપર ગરબાડા ગામે નવા બની રહેલ પેટ્રોલ પંપ પાસે બે મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને મોટર સાઇકલના ચાલકોને ગંભીર ઇજાઓ થયેલ છે. જેમાં એક ઈસમનું સારવાર દરમ્યાન મોત નીપજેલ છે જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજા થતાં તેને પણ સારવાર અર્થે દવાખાનામાં ભરતી કરવામાં આવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, તા.૨૨/૦૮/૨૦૧૮ બુધવારના રોજ સવારના ૦૯:૩૦ વાગ્યાના સુમારે ગરબાડાથી દાહોદ જતાં રોડ ઉપર ગરબાડા ગામે નવા બની રહેલ પેટ્રોલ પંપ પાસે મોટર સાયકલ નં.GJ.20.AJ.1632 ના ચાલકે તેની મોટર સાઇકલ પુરઝડપે અને ગફલતભરી અને બેદરકારીથી હંકારી લાવી મોટર સાઇકલ નં.GJ.20.A.1405 ના ચાલક ગરબાડા તાલુકાના દેવધા ગામના બાબુભાઇ હરસીંગ ભુરીયાને અડફેટમાં લઈ અકસ્માત કરતા બાબુભાઇના જમણા પગે તેમજ માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાબુભાઇને 108 વાન મારફતે દાહોદ સમીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ અને અકસ્માતમાં બાબુભાઇને ગંભીર ઇજાઓ થયેલી હોય સારવાર દરમ્યાન રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના સુમારે બાબુભાઇનું મોત નીપજેલ છે. જ્યારે અકસ્માત કરનાર મોટર સાયકલ નં.GJ.20.AJ.1632 ના ચાલકને પણ ગંભીર ઇજાઓ થયેલ હોય તેને પણ સારવાર અર્થે હોસ્પિટલના દાખલ કરવામાં આવેલ છે.

આ અકસ્માત બાબતે મરણ જનાર બાબુભાઇ હરસીંગ ભુરિયાના ભાઈ હિરાભાઈ હરસીંગ ભુરીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનના કાયદેસરની ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.55/2018 ઇ.પી.કો.કલમ. 279, 337, 304 તથા એમ.વી.એક્ટ.177, 184 મુજબ મોટર સાયકલ નં. GJ.20.AJ.1632 ના ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments