PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા પંથકમાં ગણેશ મંડળો દ્વારા ઠેરઠેર પંડાલો ઊભા કરી ગણપતિદાદાની પ્રતિમાઓની (મુર્તિઓની) સ્થાપના કરવામાં આવેલ છે અને ખૂબજ ભક્તિભાવપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગરબાડા ગાંધીચોક વિસ્તારમાં કેશરીયા ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજીની મુદ્રામાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવેલ છે તથા ગરબાડા મેઇન બજારમાં બાળ ગણેશ ગ્રુપ દ્વારા ગાય ઉપર બિરાજમાન શ્રીજી પ્રતિમા તથા ગરબાડા આઝાદ ચોકમાં શંખ ઉપર બિરાજમાન શ્રીજીની પ્રતિમા તથા મઢી ફળિયા નવરંગ ગ્રુપ દ્વારા ગોવાળિયાના સ્વરૂપમાં શ્રીજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ છે તેમજ ગરબાડા મેઇન બજારમાં શ્રીક્રિષ્ના ગ્રુપ તેમજ બંસરી ગ્રુપ દ્વારા શ્રીજીની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવેલ છે તથા નવાબજાર ઠંડી ગલી, તળાવ ફળિયા, મઢી ફળિયા, કામળીયાવાડ, ગાંગરડી રોડ, ચમાર વાસ તેમજ બીજી અનેક જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવેલ છે.
ભક્તોને આકર્ષવા ગણેશ મંડળો દ્વારા દરેક પંડાલમાં તથા ગણપતિ મંદિરે રાત્રે શ્રીજીની આરતી બાદ પ્રસાદમાં દરરોજ અલગ અલગ વેરાઇટીઓ જેવી કે,કચોરી, સમોસા, લાડવા, બટાકા પૌવા, ગોટા, ખમણ, જલેબી, આઇસક્રીમ જેવી વાનગીઓ ભક્તજનોને પ્રસાદરૂપે આપવામાં આવે છે.