નવસારી પોલીસે 30000/- ઉપરાંતની મત્તાના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોની ધરપકડ કરી

0
206

keyur-rathod-navsarilogo-newstok-272-150x53(1)KEYUR RATHOD NAVSARI

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તથા ના.પો.અધિ. સાહેબની સૂચના મુજબ નવસારી સી.પી.આઈ. કચેરીના પોલીસ માણસો તથા ગ્રીડ પોલીસ ચોકીના H.C. ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ તથા P.C. કપૂરચંદ કેવળચંદ તથા P.C. પ્રવીણભાઈ રત્નાભાઈ તથા પંચોના માણસો સાથે મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે નવસારી રૂરલ પો.સ્ટે.લિસ્ટેડ બુટલેગર રાકેશ દિનેશ સલાટ રહે. શીતલ હોટલ પાછળ તળાવ ફલિયાનાઓના ઘરે રેડ કરતાં લિસ્ટેડ બુટલેગર રાકેશ દિનેશ સલાટ તથા તેની ભાભી લતાબેન W/O વિક્રમભાઈ મંગુભાઈ સલાટનાઓ હાજર હોય તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતાં કાપડના થેલાઓમાં તથા પ્લાસ્ટિકના મીણિયાં થેલાઓમાં વગર પાસ પરમીટનો કબાટમાં તેમજ પલંગના નીચેના ભાગેથી જોન માર્ટિન વિસ્કીની બાટલીઓ ૭૫૦ મી.લી. વળી નંગ ૮૭ તથા હેવર્ડ ૫૦૦૦ ટીન બીયર નંગ ૯૦ મળી કુલ ૧૭૭ નંગ કિમંત રૂપિયા ૩૦,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામે લિસ્ટેડ બુટલેગર રાકેશ દિનેશ સલાટ અને તેની ભાભી લતાબેન W/O વિક્રમભાઈ મંગુંભાઈ સલાટનાઓને સદર ગુનાના કામે અટક કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here