Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા પંથકમાં સવારથી સાંજ સુધી આકરી ગરમીની અહેસાસ

ગરબાડા પંથકમાં સવારથી સાંજ સુધી આકરી ગરમીની અહેસાસ

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan – Garbada

    ગરબાડા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેમ ગરમીનો  અસહ્ય પ્રકોપ વર્તાઇ રહ્યો છે અને ગરમીએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. બે-ત્રણ દિવસ અગાઉ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે પ્રજાને ગરમીમાંથી આંશિક રાહત મળ્યા બાદ વાદળો વિખેરાઈ જતાં પુન: ગગનમાંથી અગન ગોળા વરસતા હોય તેમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર પહોંચતા નગરજનો ગરમીથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

        સવારથીજ સૂર્યના કિરણો આકરા લાગવાની શરૂઆત થઈ જતાં બપોર સુધીમાં તો આગ ઝરતી ગરમીમાં પરિવર્તિત થતાં બપોરના સમયે તો રીતસર જાણે આકાશમાંથી આગ ઝરતી હોય તેવો અહેસાસ નગરજનોને થઈ રહ્યો હતો જેના કારણે લોકોએ જરૂરી કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા જાહેર માર્ગો પણ સૂમસામ ભાસતા નજરે પડતાં હતા જેના કારણે વેપાર ધંધા ઉપર પણ તેની અસર જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments