NewsTok24 – Priyank Chauhan – Garbada
ઉત્તર પૂર્વીય કાતિલ ઠંડા પાવનોની અસરોને કારણે છેલ્લા ચાર દિવસથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગરબાડા તાલુકાના લોકો કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર ગરબાડા તાલુકામાં તેની અસર વર્તાઇ રહી છે અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે છેલા બે દિવસથી ઠંડા પવનોનું જોર મહ્દઅંશે થોડું ઘટી ગયું છે.
છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો ગગડવા સાથે વાતાવરણ ઠંડુગાર રહેતાં લોકો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે જેના કારણે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ ફરતાં નજરે ચડે છે. ઠંડીનું જોર એકાએક વધતાં લોકો રાત્રિના સમયે પોતાના ઘરોમાંથી બહાર નિકળવાનું ટાળે છે અને રાત્રિના સમયે તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. મોટા તો મોટા પણ નાનનાના ભૂલકાઓ પણ રાત્રિના સમયે ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યાં છે જે તસવીરમાં નજરે પડે છે.