NewsTok24 – Priyank chauhan – Garbada
ગુજરાત સરકાર ગુજરાત પોલિસ સુરક્ષા સેતુ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ પોલિસ સ્ટેશનો CCTV કેમેરાથી સજ્જ કરવાની યોજનાના ભાગરૂપે ગરબાડા પોલિસ સ્ટેશન પણ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી રહ્યું છે.
CCTV કેમેરા ઈન્સ્ટોલેસનની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. જે કેમેરા આગામી દિવસોમાં કાર્યરત થશે.
સુરક્ષા સેતુ યોજના અંતર્ગત જેમ ગરબાડા પોલિસ સ્ટેશન CCTVકેમેરા થી સજ્જ કરવામાં આવી રહ્યું છે. તેમ ગરબાડા નગરમાં પણ વહેલી તકે CCTV કેમેરા મૂકવામાં આવે તેમ ગરબાડા ગામની જનતા ઇચ્છી રહી છે.
ગરબાડા પોલિસ સ્ટેશનમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરતાં ટેકનીશીયન તસવીરમાં નજરે પડે છે.