Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા પોલીસને નાકાબંધી દરમ્યાન ઇંડિગો ગાડીમાંથી બે ઇસમો પાસેથી નવી રૂ।.૨૦૦૦ ના...

ગરબાડા પોલીસને નાકાબંધી દરમ્યાન ઇંડિગો ગાડીમાંથી બે ઇસમો પાસેથી નવી રૂ।.૨૦૦૦ ના દરની ૩૨૫ નંગ ચલણી નોટો કિંમત રૂ।.૬,૫૦,૦૦૦/- તથા રૂ।.૧૦૦ ના દરની ૩૦૦૦ નંગ ચલણી નોટો કિંમત રૂ।.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ।.૯,૫૦,૦૦૦/- ની ચલણી નોટો મળી આવી

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

 

SPECIAL REPORT BY – PRIYANK CHAUHAN – GARBADA 

          ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ ગરબાડા પોલીસ સવારમાં સવા અગીયાર વાગ્યાના સુમારે મિનાકયાર ચેકપોસ્ટ (મધ્યપ્રદેશ બોર્ડર) ઉપર નાકાબંધીમાં હતા તે દરમ્યાન દાહોદ તરફથી મહારાષ્ટ્ર પાસીંગની ઇંડિગો ગાડી આવતા તે ગાડી રોકી તેમાં તપાસ કરતાં ગાડીમાં સવાર બે ઇસમો પાસેથી કાપડાની થેલીમાં મૂકી રાખેલ રૂપિયા ૨૦૦૦ ના દરની નવી ૩૨૫ નંગ ચલણી નોટો જેની કિમત રૂ।.૬,૫૦,૦૦૦/- તથા રૂ।.૧૦૦ ના દરની ૩૦૦૦ નંગ ચલણી નોટો જેની કિમત રૂ।.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ।.૯,૫૦,૦૦૦/- ની ચલણી નોટો મળી આવતા ગરબાડા પોલીસે રોકડ રકમ રૂ।.૯,૫૦,૦૦૦/- ની ચલણી નોટો તથા ઇંડિગો ગાડી કિમત રૂ।.૨,૦૦,૦૦૦/- ને વધુ તપાસ અર્થે કબ્જે લઈ તથા ગાડીમાં સવાર બે ઇસમોને ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી આઈ.ટી.વિભાગને આ બાબતની જાણ કરેલ છે.navi 2images(2)
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા પીએસઆઈને મળેલ બાતમીના આધારે પીએસઆઈ કટારા તથા એ.એસ.આઈ. ઈશ્વરભાઈ તથા મોહનભાઈ એ રીતના બે પંચના માણસો સાથે મિનાકયાર ચેકપોસ્ટ (મધ્યપ્રદેશ બોર્ડર) ઉપર નાકાબંધીમાં હતા તે દરમ્યાન સવારે સવા અગીયાર વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર પાસીંગની ઇંડિગો ગાડી નં.MH.17.AJ.6626 દાહોદ તરફથી આવતા તેને રોકીને તેમાં તપાસ કરતાં ગાડીના ડ્રાઇવર દિલિપભાઈ કેશવાભાઈ બગલે, રહે.બોનખેડા, તા.શહાદા, નંદુબાર, મહારાષ્ટ્ર તથા ઈશ્વરભાઈ ભટુભાઈ પાટિલ,રહે.પુરષોતમ નગર, તા.શહાદા, નંદુબાર, મહારાષ્ટ્રનાઓની પાસેથી એક કપડાની ચેનવાળી થેલી મળી આવતા તે થેલીમાં તપાસ કરતાં તેમાં નવી ચલણી નોટો રૂ।.૨૦૦૦ ના દરની નોટ નંગ ૩૨૫ કિમત રૂ।.૬,૫૦,૦૦૦/- તથા રૂ।.૧૦૦ ના દરની ચલણી નોટોના બંડલ નંગ.૩૦ નોટ નંગ ૩૦૦૦ કિમત રૂ।.૩,૦૦,૦૦૦/- મળી કુલ રોકડ રકમ રૂ।.૯,૫૦,૦૦૦/- ની ચલણી નોટો મળી આવતા આ બાબતે  પોલીસે ગાડીના ડ્રાઇવર દિલિપભાઈ કેશવાભાઈ બગલે તથા ઈશ્વરભાઈ ભટુભાઈ પાટિલને પુછતા તેઓએ જણાવેલ કે, દાહોદના હુસેનભાઈ પાસેથી એમોએ ખાંડના પૈસા લીધેલ છે જે સુગર ફેકટરીમાં લઈ જઈએ છે તેવું જણાવતા ગરબાડા પોલીસે રોકડ રકમ રૂ।.૯,૫૦,૦૦૦/- તથા મહારાષ્ટ્ર પાસીંગની ઇંડિગો ગાડી નં.MH.17.AJ.6626 ની સીઆરપીસી.૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે લઈ ગાડીના ડ્રાઇવર દિલિપભાઈ કેશવાભાઈ બગલે તથા ઈશ્વરભાઈ ભટુભાઈ પાટિલને પણ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી આ બાબતે આઈ.ટી.વિભાગને પણ જાણ કરતાં આઈ.ટી.વિભાગના અધિકારીઓ પણ ગરબાડા દોડી આવી વધુ તપાસ હાથ ધરેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments