દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામના ભુરિયા ફળિયામાં રહેતા મેહસીંગ રાયસીંગ પરમાર કે જેઓ તેમની યામાહા મોટર સાઇકલ નં.-GJ-20 AC-4651 ઉપર પાછળની શીટ ઉપર થેલામાં ઇંગ્લિશ દારૂની નાનીમોટી બોટલો ક્વાર્ટરિયા મળી કુલ ૩૯૭ જેની કુલ કિંમત ₹.૨૭,૮૫૦/– નો પ્રો હી મુદ્દામાલ લઈને મિનાકયાર ગામે ચંદલા જવાના રોડ ઉપર ચેકપોસ્ટની બાજુથી આવતા હોય તેમને ગરબાડા પોલીસે રાત્રિના સમયે કોમ્બિંગ પેટ્રોલીંગ દરમ્યાન પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની પાસેથી ₹.૨૭,૮૫૦/- નો પ્રોહી મુદ્દામાલ તેમજ ₹.૩૦,૦૦૦/- ની કિંમતની મોટર સાઇકલ મળી કુલ ₹.૫૭,૮૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.