Priyank Chauhan Garbada
ગરબાડા ખાતે ત્રણ વ્યક્તિઓ સામે ગરબાડા પોલીસ સ્ટેશનમાં એકટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં ગરબાડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ અને ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગરબાડા તાલુકાનાં ઝરીખરેલી, વાણિયા ફળિયામાં રહેતા પીશુંભાઈ ગનજીભાઈ ગણાવા કે જેઓ તારીખ.૦૩/૦૭/૨૦૧૬ ના રોજ સાંજે પાંચ કલાકે તેમના બળદોને ખવડાવવા માટે ઘાંસની ગાંસડીઓ લેવા ગરબાડા ખાતે દુકાન ધરાવતા વાલાભાઈ મોતીભાઈ ગારીની દુકાને ગયા હતા અને ઘાંસની ગાંસડીઓ લેવાની વાત કરતાં વાલાભાઈ મોતીભાઈ ગારીએ એક ઘાંસની ગાંસડીના રૂપિયા ૯૦૦/- થશે તેમ જણાવતા પીશુંભાઈએ બે ઘાંસની ગાંસડીઓના રૂપિયા ૧૮૦૦/- આપેલ જેથી વાલાભાઈ મોતીભાઈ ગારીએ પીશુંભાઈને તેમના ઘાંસના ગોડાઉનમાં મોકલતા પિશુભાઇએ ત્યાથી બે ઘાંસની ગાંસડીઓ લઈ ગોડાઉનના દરવાજા પાસે મૂકી હતી. જેથી વાલાભાઈ મોતીભાઈ ગારીએ પિશુભાઈને કહેલ કે, તું તાત્કાલિક વાહન બોલાવી તારી ઘાંસની ગાંસડીઓ લઈ જા, મારે દુકાન બંધ કરવાની છે તેમ કહેતા પીશુંભાઈએ જણાવેલ કે, હાલ વરસાદ ચાલુ છે, વરસાદ બંધ થયા પછી હું લઈ જઈશ, વરસાદમાં પલળેલું ઘાંસ બળદો ખાશે નહીં તેમ કહેતા વાલાભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કહેલ કે, સાલી ભીલડી તું તારું ઘાંસ બહાર કાઢી લે,પલળી જાય તો મારે શું લેવા દેવા તેમ કહી તેમના હાથમાની લાકડી પીશુંભાઈના ડાબા પગની સાંથળ ઉપર મારી ઇજા કરેલ અને વાલાભાઈએ ફોન કરી અર્જુનભાઈ વાલાભાઈ ગારી અને મહેશભાઇ વાલાભાઈ ગારીને બોલાવતા તેઓએ પણ પિશુભાઈને સાલી ભીલડી તને કોઈ દિવસ મારી ટ્રકની અડફેટમાં લઈ એકસીડન્ટ કરી મારી નાંખીશ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી જાતિય અપમાનિત શબ્દો બોલી અપમાનિત કરતાં પિશુભાઇ ગનજીભાઇ ગણાવાએ તારીખ.૦૫/૦૭/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં વાલાભાઈ મોતીભાઈ ગારી, અર્જુનભાઈ વાલાભાઈ ગારી તથા મહેશભાઇ વાલાભાઈ ગારી વિરુદ્ધ એકટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૪/૧૬ ઇ.પી.કો.કલમ.૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એકટ્રોસિટી એક્ટ કલમ.૩(૧)આર મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.