Wednesday, January 8, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી...

ગરબાડા પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી S.O.G. શાખા

પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા દાહોદ જીલ્લાના ડો. રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક તરફથી દાહોદ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એસ.જે. રાણા તેમજ પો.સબ.ઇન્સ. એન.એમ. રામી તથા પો.સબ.ઇન્સ. એમ.એમ.માળી નાઓના માર્ગદર્શન હેઠળ S.O.G. શાખાના કર્મચારીઓ નાસતા-ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન S.O.G શાખાના આ.પો.કો. રાકેશકુમાર વસનાભાઇ બ.નં.૩૫૫ નાઓને હકિકત મળેલ કે, ગરબાડા પો.સ્ટે. પો.સ્ટે.પાર્ટ ‘સી’ ગુ.ર.નં. ૧૧૮૨૧૦૨૪૨૨૦૨૮૬/૨૦૨૩ પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૧૧૬(બી), મુજબનો ગુન્હો દાખલ થયેલ છે તે ગુન્હાનો આરોપી કપિલભાઇ ઝીથરાભાઇ જાતે ભુરીયા રહે.મોટી વગાઈ ભુરીયા ફળીયુ તા.રાણાપુર જી.ઝાંબુઆ (મધ્ય પ્રદેશ) વાળો રાણાપુર (એમ.પી.) તરફથી નીમચ ચેકપોસ્ટ પસાર કરી ગરબાડા તરફ આવતો હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે ચેકપોસ્ટ ઉપર વોચમાં રહી સદરહું ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments