Priyank Chauhan Garbada
ગરબાડા મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાય સમયથી જાતિ-આવકના દાખલા કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં વિવિધ દાખલા મેળવવા માટે અરજદારોની લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
ગરબાડા મામલતદાર કચેરી ખાતે તાલુકા તેમજ બહારથી પણ કામ અર્થે અરજદારો આવતા હોય છે. અને હાલમાં શાળાઓમાં, કોલેજોમાં તેમજ આઇ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓના એડમીશન ચાલતા હોવાથી આવક-જાતિના તેમજ અન્ય દાખલાઓની જરૂર પડતાં અરજદારોને આવા વિવિધ પ્રકારના દાખલા મેળવવા લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે. અરજદારોને દાખલા મેળવવા લાઇનમાં ઊભા ઊભા સવારથી સાંજ પડી જતી હોય છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી અરજદારોની માંગ છે.