PRIYANK CHAUHAN – GARBADA
હાલમાં થયેલ વિધાન સભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવી જીત મેળવનાર ૧૩૩-ગરબાડા વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા હાલની વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી વખત વિજેતા બન્યા બાદ ફરીવાર કામ કરવાની શરૂઆત કરતાં આજ તારીખ.૨૧/૧૨/૨૦૧૭ ના રોજ તેમના નિવાસ સ્થાનની સામે આવેલ CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર) ની મુલાકાત લીધી હતી.
CHC માં આજ તારીખ.૨૧/૧૨/૨૦૧૭ ના રોજ ૯૩ થી ૯૪ જેટલી મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન થવાની વાત ચંદ્રિકાબેન બારીયાને મળતા તેઓ CHC એ પહોંચ્યા હતા અને કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલ તમામ મહિલાઓ તેમજ દવાખાનાના તમામ સ્ટાફ, ડોક્ટરો તેમજ અન્ય દર્દીઓને મળ્યા હતા અને ત્યાં ૧૦૧ મહિલાઓને સાડીનું વિતરણ કર્યું હતું અને તમામ મહિલાઓ સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછી તેઓની સમસ્યા જાણી હતી. સાડીઓ મળવાથી તમામ મહિલાઓ આનંદિત બની હતી. ત્યાર બાદ ચંદ્રિકાબેન બારીયા પરત તેમની ઓફિસે જવા રવાના થયા હતા.