ગરબાડા APMC માં સભાપતિની મુદત તારીખ.૨૦/૧૧/૨૦૧૫ ના રોજ પૂર્ણ થયેલ હતી. જેથી બીજી ટર્મના સભાપતિ માટેની ચૂંટણીનું આયોજન તારીખ.૦૩/૧૨/૨૦૧૫ ના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજી ટર્મના સભાપતિની ચૂંટણી કામગીરી જે તે સમયે મોકૂફ રાખવામા આવી હતી. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતાં ગરબાડા APMC ના બીજી ટર્મના સભાપતિની ચૂંટણી માટેનું આયોજન તારીખ ૧૮/૧૨/૨૦૧૫ ના રોજ ખેતીવાડી ઉ. બજાર સમિતિ ગરબાડાના સભાખંડમાં જિલ્લા રજીસ્ટ્રાર એ.પી.અસારીના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યું હતું. પરંતુ તે સમયે કોરમ ન થવાના કારણે ચૂંટણી પ્રક્રિયા થઈ શકેલ ન હતી અને ચૂંટણી મુલત્વી રાખવામા આવી હતી.
ગરબાડા APMC ની બીજી ટર્મના સભાપતિની ચૂંટણીની નવી તારીખ જાહેર થયા બાદ ગરબાડા APMC ની બીજી ટર્મના સભાપતિની ચૂંટણી આજરોજ તારીખ ૦૭/૦૧/૨૦૧૬ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગરબાડાના સભાખંડમાં ચૂંટણી અધિકારી પી.બી.ચારેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલાની આગેવાનીમાં મેન્ડેટ ખોલવામાં આવ્યું હતું જેમાં બામણ્યા પ્રતાપભાઈ ભગાભાઈના નામ મેન્ડેટમાં ખુલ્યું હતું. જેથી પ્રથમ ટર્મના સભાપતી અજીતસિંહ ભારતસિંહ રાઠોડે બામણ્યા પ્રતાપભાઈ ભગાભાઈના નામની દરખાસ્ત મુક્તા સભ્ય શેખ મોહમંદ ઈદરીશ અબ્દુલ ખાલીકે તેને ટેકો આપતા ચૂંટણી અધિકારી પી.બી.ચારેલે દરખાસ્ત મંજૂર કરી ગરબાડા APMC ની બીજી ટર્મના સભાપતિ તરીકે બામણ્યા પ્રતાપભાઈ ભગાભાઈની બિનહરીફ વરણી કરેલ છે.