દરજી સમાજના સોલંકી અને પરમાર પરિવારના પૂર્વજોના ગાથલાજી ગરબાડા તાલુકાના ગાંગરડી મુકામે આવેલ છે અને આ બંને પરિવારો વાર તહેવારે તેમના પૂર્વજોના ગાથલાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. આ ગાથલાજીના મંદિરે ગત વર્ષની જેમ આ વર્ષે પણઆજરોજ તારીખ.૧૦/૧૧/૨૦૧૮ નાં રોજ દરજી સમાજનાં પાંચ પરગણાનાં પરમાર અને સોલંકી પરિવારનાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને પરમાર અને સોલંકી પરિવારનાં લોકોએ તેમનાપૂર્વજોનાં ગાથલાજીના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું.
આ કાર્યક્રમની સાથે સાથે સવારમાં ગાયત્રી યજ્ઞ પણકરવામાં આવ્યો હતો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે સાડા બાર કલાકે પ્રસાદીરૂપે ભોજન સમારંભ રાખવામા આવ્યો હતો. આ સ્નેહમિલનનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગનો લ્હાવો લીધો હતો.