Friday, January 24, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગાંગરડી ગામની યુવતીએ સંબંધ બાંધવાની ના પડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપનાર...

ગાંગરડી ગામની યુવતીએ સંબંધ બાંધવાની ના પડતાં જાનથી મારી નાંખવાની ધમકી આપનાર દાહોદના યુવક સામે યુવતીની પોલીસ ફરિયાદ.

 

Priyank-new-Passport-Pic-258x300(1)

 

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA

        ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની યુવતીને દાહોદના યુવક સાથે પ્રેમસંબંધ થતા તે યુવકે યુવતીને અવારનવાર મળવા બોલાવી તેની સાથે શારીરીક અડપલાં તથા ચેનચાળા કરતો હોય પરંતુ યુવતીએ તેમ કરવાની ના પાડતાં યુવકે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની પણ ના પાડતા આ યુવકે યુવતીને જાનથી મારી નાંખીશ તથા તને ઉઠાવી લઈ જઈશ તેમ કહેતા યુવતીએ આ યુવક સાથે વાતો કરવાનું બંધ કરી દેતા આ યુવકે યુવતીના ફોટા વોટ્સએપ પર ફરતા કરી દેવાની વાત કરતાં આ બાબતે યુવતી ગરબાડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.navi 2images(2)

          પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા તાલુકાનાં ગાંગરડી ગામની ૧૯ વર્ષીય યુવતી આજથી આશરે અઢી વર્ષ પહેલા દાહોદ અભ્યાસ કરવા ગાંગરડીથી ઉપડાઉન કરતી હતી તે દરમ્યાન યુવતીના ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ મગનભાઇ ગોહિલનો ભાણેજ દાહોદ બહારપુરામાં રહેતો કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિ તેના મામા ઈશ્વરભાઈના ઘરે ગાંગરડી આવ-જા કરતો હોય જેથી તે આ યુવતીના સંપર્કમાં આવેલ. કૃણાલભાઈના મામાનો છોકરો ધર્મેશભાઈ યુવતીના ઘરની નજીકમાં રહેતો હોવાથી તે યુવતીના ઘરે આવજા કરતો હોય જેથી કૃણાલભાઈએ ધર્મેશભાઈ પાસેથી યુવતીનો મોબાઇલ નંબર મેળવી યુવતી સાથે અવારનવાર વાતચિત કરતો હતો અને ગાંગરડી ગામે અવાર-નવાર આવ-જા કરી યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે વાતચીત કરતો હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં કૃણાલ આ યુવતીને અવારનવાર ગમેત્યાં મળવા બોલાવી તેને પાસે બેસાડી તેની સાથે જબરજસ્તીથી શારીરીક અડપલાં તથા ચેનચાળા કરતો હોય પરંતુ યુવતીએ કૃણાલને તેમ કરવાની ના પાડતાં કૃણાલે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી પરંતુ યુવતીએ કૃણાલ સાથે લગ્ન કરવાની પણ ના પાડતા કૃણાલે આ યુવતીને જાનથી મારી નાંખવાની તથા તેને ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી. તે પછી યુવતીએ કૃણાલ સાથે વાતો કરવાનું બંધ કરી દેતા કૃણાલે યુવતીના ફોટા વોટ્સએપ પર ફરતા કરી દેવાની વાત કરતાં યુવતીના ઘરના સભ્યોને આ બાબતની જાણ થતાં યુવતીના ભાઈએ ગુસ્સામાં આવી કૃણાલ સાથે મારામારી કરી હતી.

          કૃણાલભાઈએ યુવતીને અવારનવાર ગમેત્યાં મળવા બોલાવી તેની ઇજ્જત લેવાના ઇરાદે તેની સાથે શારીરિક અડપલાં કરતો હોય, યુવતીએ તેમ કરવાની ના પડતાં કૃણાલે તેને મારી નાંખવાની તથા તેને ઉઠાવી લઈ જવાની ધમકી આપતા યુવતીએ આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનમાં દાહોદ બહારપુરામાં રહેતા કૃણાલભાઈ કિશોરભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૦૪/૧૬ ઇ.પી.કો.કલમ. ૩૫૪, ૫૦૪, ૫૦૬(૨) તથા પોકસો એક્ટ.કલમ.૭, ૮ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments