ગરબાડા હાઇવે રોડથી ગાંગરડી રોડને જોડતો ગાંગરડી બાયપાસ રોડ (ગરબાડા તળાવવાળો) રસ્તો નવીન સીસી રોડ બનાવેલ છે. તે રોડની બંને સાઈડો ઉપર બ્લોક બેસાડવા માટે જેસીબી મશીન દ્વારા રોડની બંને સાઈડો ઉપર આશરે એક ફૂટ જેટલુ ઊંડું ખોદકામ કરવામાં આવેલ છે. માત્ર એક સાઇડ ઉપર ગણતરીના જ બ્લોક નાંખી કામગીરી ઘણા લાંબા સમયથી અધૂરી છોડી દેવામાંઆવેલ છે. આ બંને સાઇડોનું ખોદકામ કર્યા બાદ બ્લોક બેસાડેલ નથીકે કોઈપણ જાતનું પૂરણ કરી રોડની સાઈડોને સમથળ કરેલ નથી. જે તસ્વીરોમાં નજરે પડે છે.
તંત્ર દ્વારા રોડની બંને સાઈડો સમથળ ન કરવાના લીધે વાહનચાલકો તેમજ રાહદારીઓને ખુબજ તકલીફ પડે છે. આ રસ્તા ઉપર વાહનોની અવરજવરના લીધે ટ્રાફિકનું ભારણ વધુ પડતું રહેતું હોય છે. ગામના લોકો પણ સવાર સાંજ ફરવા (Walking) માટે નીકળે છે જેમાં વધુ પડતા લોકો આ રસ્તાનોજ ઉપયોગ કરતા હોય છે. રસ્તોસાંકડો તેમજ બંને સાઈડો ઉપર ખાડા હોવાના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા ઉઠી ગયેલછે. તો સંબંધિત તંત્ર દ્વારા આ નવીન બનાવેલ સીસી રોડની બંને સાઈડો ઉપર બ્લોક બેસાડવા ખોદકામ કરવામાં આવેલ છે તેના ઉપર બ્લોક નાંખવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને રસ્તો સમથળ થાય તેમ વાહન ચાલકો તેમજ ગામલોકોની માંગ છે.