THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA
દાહોદ તાલુકાના ડુંગરા ગામે એક રહેણાંક મકાનની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં આજે વહેલી સવારે ગાંધીનગરની વિજિલન્સની ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ક્રિષ્યન તથા સ્ટાફ દ્વારા પ્રોહી રેડ કરતાં ૩૭૭૫ વિદેશી દારૂ તથા બીયરની બોટલ કિંમત ₹૪,૪૭,૬૮૦/- ની કિંમતના જથ્થા સાથે ૧૧ મોટરસાયકલ અને એક ફોર વીલર ગાડી સાથે કુલ ₹ ૧૪,૪૬,૫૮૦/- ના મુદ્દામાલ સાથે ચાર વ્યક્તિઓની અટક કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉપરોક્ત બનાવમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ડુંગરા ગામે એક રહેણાંક મકાનમાં વહેલી સવારના ૦૬:૦૦ વાગ્યાના સમયે પ્રોહી રેડ પાડવામાં આવી હતી. વિજિલન્સની ટીમે રેડ પડતાની સાથે (૧) અશ્વિન પીઠાભાઈ બારીયા (રહે.મહુડી ફળિયું, ગામ-ડુંગરા, તા.જી. દાહોદ (૨) અનિલ ભાવસિંગ ભુરિયા (રહે.બલેડિયા ફળિયું, તા.ઝાલોદ) (૩) મહેશ સેવાલભાઈ મેડા (રહે.મંડલી ફળિયું, જેકોટ, તા.જી.દાહોદ) (૪) લલીતાબેન રાજુભાઇ બારીયા (રહે.હોળી ફળિયું,અંધારીયું, લીમખેડા) આમ ચાર વ્યક્તિઓની અટક કરી મકાનની આજુબાજુ તપાસ કરતાં મકાનની આગળ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ તથા બીયરની બોટલ નંગ ૩૭૭૫ જેની કિંમત ₹૪,૪૭,૬૮૦/- ની સાથે પીકઅપ ગાડી ડાલું તથા ૧૧ ટુ-વ્હીલર મોટરસાયકલ, ઉપરોક્ત વ્યક્તિઓની અંગ ઝડતી લેતા રોકડ ₹.૩૯૦૦/-, ગાડીમાંથી મળી આવેલ ₹. ૪૧,૦૦૦/-, ત્રણ મોબાઈલ ફોન કિંમત ₹. ૯૦૦૦/- વગેરે મળી કુલ ₹.૧૪,૪૬,૫૮૦/- નો મુદ્દામાલ વિજિલન્સની ટીમે જપ્ત કર્યો હતો. તેમજ મોટરસાયકલ લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા આવેલ ઇસમો પણ પોલીસની રેડ જોઇ ભાગી જતાં પોલીસે ઉપરોક્ત તમામ વિરુદ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી ભાગેડુ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે