વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે દાહોદમાં વ્યસન મુક્તિ સબંધિત વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ગાયત્રી પરિવાર અને બ્રહ્માકુમારી પરિવાર ( ઓમ શાંતિ ) દ્વારા એક મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે દાહોદમાં વ્યસન મુક્તિ સબંધિત વિવિધ કાર્યક્રમો વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા હતા. જેમાં ગાયત્રી પરિવાર અને બ્રહ્માકુમારી પરિવાર (ઓમ શાંતિ) દ્વારા એક મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી દાહોદના સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ ઉપરથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી ભગિની સર્કલ, માણેકચોક થી ગાંધી ચોક થઈ દોલતગંજ બજાર થી મંડાવાવ સર્કલ ઉપર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં દાહોદ ભારતીય જનતા પાર્ટીના ભાજપ ઝોન મહામંત્રી કનૈયા કિશોરી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઈ, ભાજપ તાલુકા પ્રમુખ મુકેશ ખચ્ચર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ગાયત્રી પરિવારમાંથી હેમંત મહેતા, ગોપીચંદ ભુરીયા, યોગેશ પરમાર, મહેશ નિનામા તેમજ બ્રહ્માકુમારી (ઓમ શાંતિ) ના દીદી અને મોટી સંખ્યામાં ભક્તો મશાલ રેલીમાં હાજરી આપી હતી અને વ્યસન મુક્તિના નારાઓ સાથે સાથે વ્યસન મુક્તિના સાહિત્યો નું પણ આ રેલીમાં વિતરણ કર્યું હતું.