ભગવાન બિરસા મુંડાના ગામથી શરૂ થયેલી આદિવાસી યાત્રા દેશના છ રાજ્યોના અનુસૂચિત આદિવાસી વિસ્તારો માં ફરીને વિજયનગર ખાતે તેનું સમાપન થશે.
દેશના વિવિધ રાજ્યમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયને સાથે લઈ વૈચારિક એકીકરણ, સાંસ્કૃતિક શુદ્ધિકરણ, સામાજિક તથા રાજકીય જાગૃતિનો સંદેશ લઈ આદિવાસી સુરક્ષા યાત્રા ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં નીકાળવામાં આવી. આદિવાસી યાત્રા 9 ઓગસ્ટ 2023 વિશ્વ આદિવાસી દિવસ થી આદિવાસી ગણનાયક વીર બીરસા મુંડાના ગામ ઝારખંડ રાજ્ય થી પ્રારંભ કરવામાં આવી. 54 દિવસમાં 4000 કિલોમીટર ચાલનારી આ યાત્રા ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થશે. ભારત સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકાર દ્વારા આદિવાસીની ઉપેક્ષાઓ કરવામાં આવી રહી છે. આદિવાસી સમુદાય આજે સુરક્ષિત અનુભવી રહ્યો છે. આદિવાસી સમુદાય એ આત્માનીરભર સમુદાય છે તે પોતાની જાતે અન્ન1 ઉત્પાદન કરી શકે છે ખેત ઉત્પાદન માટેની ચીજ વસ્તુઓ આરક્ષણ ખાસ કરીને પાણી માટે આરક્ષણ કરવામાં આવે જેથી કરીને પોતાના ખેતરમાં પોતે જ અન્ન ઉત્પાદન કરી શકે અને આત્મ નિર્ભર થાય વિવિધ રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમુદાયોને અંદરો અંદર લડાવીને આદિવાસી ના નામે ગેર આદિવાસી ને આદિવાસી તરીકે સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે આરક્ષણમાં વિભાજન થઈ રહ્યું છે. આ રોકવા માટે એક સાથે એકજૂટ આથઈને લડવું પડશે ખાસ કરીને મણીપુર જેવી હાલત ન થાય તે માટે સંવિધાન અનુસૂચિત પાંચ ને જમીનની સ્તર પર પ્રભાવ પડે એ માટે એક સાથે અવાજ ઉઠાવી જળ જંગલ જમીન બચાવી વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી રહી છે તેને રોકીને જંગલમાં થતું ઉત્પાદન પર આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સમુદાયને રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા જે તે રાજ્યના રાજ્ય સરકારની છે તે વ્યવસ્થા કરે આદિવાસી સમાજ રાજકારણથી પર રહીને સમાજનું સંગઠન કરી પોતાની રાજકીય છાપ ઊભી કરી આદિવાસી સમાજનુ પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં આવે આદિવાસી સમુદાયનુ નેશનલ એલાયંસ તેમજ રાજનૈતિક દળો નું પણ નેશનલ એલાયંસ હોવું જોઈએ આવા વિવિધ વિષયો પર આદિવાસી એકઠા થાય અને એકતા જળવાય તે માટે આદિવાસી એકતા યાત્રા કરવામાં આવી છે આ યાત્રામાં બિરસા મુંડા ના પૈત્રુક વતન થી માટી લાવીને તથા વિવિધ આદિવાસી ક્રાંતિકારીઓના વતનની માટી લાવીને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બાલચીતરીયા ગામે 2 ઓક્ટોબર 2023 ના દિવસે સમાપન થશે આ સમાપન કાર્યમાં આદિવાસી સમુદાયના ઘર ઘર સુધી અવાજ બુલંદ થાય આદિવાસી સમાજ જાગૃત થાય તે માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે
પ્રવીણ કલાલ ફતેપુરા