Friday, November 22, 2024
Google search engine
HomeBanswara - બાંસવાડા (Raj.)ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન - ગુજરાત વચ્ચે આંતર રાજ્ય...

ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન – ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક બાંસવાડા ખાતે યોજાઇ

ગુજરાતમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજસ્થાન – ગુજરાત વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક રાજસ્થાનના બાંસવાડા ખાતે યોજાઇ હતી. જેમાં દાહોદ તેમજ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંના જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની જરૂરી ચર્ચા સમીક્ષા કરાઈ હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ચૂંટણી દરમિયાન સરહદી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે ચૂંટણીના દિવસે તેમજ બે દિવસ પહેલા લિકર ડ્રાઈવ, સરહદી ચેક પોસ્ટ ખાતે જરૂરી બંદોબસ્ત રાખવા સહિતની બાબતો જણાવી હતી. તેમણે સ્થાનિક પોલીસ દ્વારા સરહદી ગામોમાં ચૂંટણી દરમિયાન સઘન પેટ્રોલીગ, ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા તેમજ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ એ માટે પોલીસનો સઘન બંદોબસ્ત સહિતની બાબતો વિશે ચર્ચા કરી હતી. બેઠકમાં રાજસ્થાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુજરાત રાજ્યની ચુંટણી દરમિયાન જરૂરી તમામ સહયોગ આપવા જણાવ્યું હતું.

બેઠકમાં ઈન્ચાર્જ ઝાલોદ A.S.P. જગદીશ બાંગરવા, બાંસવાડાના એડિશનલ S.P. કાનસિંગ ભાટી, C.O. સૂર્યવીરસિંગ, C.O. કિશનગઢ, C.O. ઘાટોલ રામગોપાલ તેમજ અન્ય S.H.O. ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments