ગુજરાત ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને જણાવામાં આવ્યું છે કે તેમની પડતર માંગણીઓ જેવી કે (૧) જેમના પ્રોબેશન પૂર્ણ થયાના લાંબા ગાળાના હુકમ બાબત, (૨) આર.ટી.ઓ માં સિનીયોરીટી ના ધોરણોનું પાલન કરો, (૩) એજન્ટો, ટ્રાન્સપોર્ટરોની ફરયિાદમાં આપેલી નોટિસ ચાર્જશીટ દફતરે કરો. (૪) આર.ટી.ઓ. કર્મચારીઓને પુરતા કમ્પ્યુટર, વાહન અને ચેકીંગ મશીન આપો, (૫) સળંગ સાત રાત્રી ચેકીંગ ડ્યુટી બંધ કરો, (૬) નનામી અરજીઓમાં સરકારના આદેશોનું પાલન કરો તથા (૭) ચેકીંગમાં થતા હુમલામાં આર.ટી.ઓ કર્મચારીઓને રક્ષણ આપો જેવા મુદ્દાઓના નિરાકરણ ને લઈને સરકારી કામ ચાલુ રાખીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.
જેમાં આર.ટી.ઓ. કર્મચારીઓએ ગત સોમવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો, ત્યારબાદ મંગળવારે સોશિયલ મીડિયાના માધ્યમથી અને બુધવારે ઘંટનાદ કરી ગુજરાતની દરેક કચેરીઓ ઉપર વિરોધ દર્શાવ્યો હતો અને તે ચાલુ રહેશે અને જો આવતા સોમવાર સુધી તેમની પડતર માંગણીઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક વિરોધ કરી માસ સી.એલ. ઉપર ઉતરી જઈ ને વિરોધ કરશું અને આંદોલનો કરીશું તેવું આર.ટી.ઓ ટેકનિકલ ઑફિસર્સ એશોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.