THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વન ડે – વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમનું આયોજન સુરત ખાતે આજે તા.૦૭/૦૫/૨૦૨૨ ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા ભાજપ મોવડી મંડળમાંથી દાહોદ જિલ્લા પ્રભારી હંસકુંવર બા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, APMC ચેરમેન કનૈયાલાલ કીશોરી તેમજ સ્નેહલ ધરિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આગામી દિવસોમ આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક જિલ્લામાં કેવી રીતે તૈયારી કરવી તેના વિશે પણ માહિતીની આપ-લે કરવામાં આવી હતી.