દાહોદ જિલ્લા બીજેપી આર્થિક સેલ અને બુદ્ધિજીવી સેલ દ્વારા પરિચર્ચા અને બુદ્ધિજીવી સંમેલન નું આયોજન રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું
આ સંમેલનમાંની શરૂઆત આમંત્રીત મહેમાન પ્રેરક શાહ – બીજેપી આર્થિક સેલ કન્વીનરનું સ્વાગત APMC ના ચેરમેન કનૈયાલાલ કીશોરી તથા શ્રેયસભાઈ શેઠના હસ્તે સાલ તથા પુષ્પબુકે આપી કરવામાં આવ્યું હતું. ત્યારજવ બાદ કનૈયાલાલ કિશોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રવચન બાદ પ્રેરક શાહ એ તેમનાં વક્તવ્યની શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન છે. કેમકે જ્યારે કોઈ પણ વિદેશી કંપની ન તેના પ્લાન્ટ માટે જગ્યા શોધતી હોય તો તે પહેલાં ગુજરાતમાં જ સ્થાપના કરવાનું વિચારે છે.
ગુજરાતના વિદ્યાર્થીને મેડિકલ લાઈનમાં એડમીશન લેવા માટે બીજા રાજ્યોમાં જવું પડતું હતું, પરંતુ જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીજી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને પછી ભારતના પ્રધાનમંત્રી બનતા ગુજરાતનો વિકાસ દેશ અને દુનિયાને નજરે જોવાય છે. જેમકે એક્સપ્રેસ હાઇવે, મેડિકલ કોલેજ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ, સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ, સૌથી મોટું શીપ બ્રેકિંગ ગુજરાતમાં અલંગ ખાતે આવેલું છે. જનશક્તિનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો તે છે ગુજરાતમાં આવેલ સરદાર પટેલ ની 182 મીટર ઊંચી પ્રતિમા. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ઓળખાય છે. જેમાં નાનામાં નાના માણસ દ્વારા લોખંડ આપી આ પ્રતિમા બનાવવામાં સહયોગ કર્યો છે. ગુજરાત સોલાર રૂફ્ટોપ માં પણ અગ્રેસર છે , ગુજરાતનો ભારતની GDP (જી. ડી.પી.) માં પણ ખૂબ મોટો સહયોગ છે તેથી જ ગુજરાત ભારત નું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છેઆ સંમેલન ના અંતે પ્રશાંત દેસાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ સમેલનમાં મોતીસિંહ માળી, પ્રશાંત દેસાઈ, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, રાજેશ સહેતાઈ, વિનોદ રાજગોર, રંજનબેન રાજહંસ, શીતલબેન પરમાર, બીજેપી પુરુષ તથા મહિલા કાર્યકર્તાઓ તથા APMC ના અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.