આજે તા ૦૩/૦૧/૨૦૨૧ ને રવિવારના રોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની તમામ વિજ કંપનીઓના માન્ય યુનિયનો / એસોસીએશનો દ્વારા અપાયેલ નોટીસ તા.૧૫/૧૨/૨૦૨૦ રોજ GUVNL (જી.યુ.વી.એન.એલ.) અને સરકારશ્રી ને સાતમાં પગારપંચ હેઠળ મળવાપાત્ર આનુસંગિક લાભો / ભથ્થાઓ તા. ૦૧/૦૧/૨૦૧૬ થી મળવાપાત્ર છે. તેનુ ચુકવણુ હજી સુધી વિજ કર્મચારીઓને મળેલ ન હોવાથી યુનિયનો / એસોસીએશનો દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૦ના રોજ આંદોલનની નોટિસના અન્વયે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા ગુજરાતભર માંથી તમામ યુનિયનો / એસોસીએશનોના ઉચ્ચ હોદ્દેદારોની મિટિંગ આજે તા. ૦૩/૦૧/૨૦૨૧ના રોજ “સૂરજ ફાર્મ અમદાવાદ” ખાતે યોજાયેલ.
જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલ કે આગામી લડતના ભાગરુપે હડતાલ અંગેના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલ તે મુજબ તમામ વિજ કંપનીઓના ૫૫૦૦૦ વિજ કર્મચારીઓ આ લડત માં સામેલ થશે. આજની મિટિંગમાં આંદોલનની નોટિસ અન્વયે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ પત્રનો જવાબ તમામ યુનિયનો / એસોસીએશનોના હોદેદારો દ્વારા સામુહિક સહીઓ કરી GUVNL (જી.યુ.વી.એન.એલ.) મેનેજમેન્ટને પાઠવવાનું નક્કી કરેલ છે.
આગામી તા.૧૬/૦૧/૨૦૨૧ ને શનિવાર થી પૂર્વયોજિત લડત ના કાર્યક્રમો યથાવત રાખવાનું નક્કી કરેલ છે તેમજ તમામ વિજ કંપનીઓના યુનિયનો / એસોસીએશનોના હોદ્દેદારોને હડતાલના ભાગરુપે આગામી તા. ૨૧/૦૧/૨૦૨૧ ને ગુુરુવારના રોજ ૫૫૦૦૦થી વધુ વિજ કર્મચારીઓ દ્વારા એક દિવસની સામુહિક સી.એલ (રજા) મુકવા અંગે કમીટીને જવાબદારી સોંપવામાં આવેલ છે, તેમજ આ લડત ને સફળ બનાવવા સામુહિક રીતે પ્રયાસો કરવા નીર્ધાર કરેલ છે. આમ સામુહિક રજા મુકી વિજ કર્મચારીઓ GUVNL (જી.યુ.વી.એન.એલ.) સામે આંદોલાત્મક પગલા ભરી વિરોધ પ્રગટ કરી તા. ૦૧/૦૧/૨૦૧૬ થી વિજ કર્મચારીઓને મળવાપાત્ર લાભો / હક્કો એરિયર્સ સાથે તાત્કાલિક અસરથી ચુકવણુ કરવા માંગણી કરવામાં આવેલ છે.
GUVNL (જી.યુ.વી.એન.એલ.) અને ઉર્જા વિભાગ દ્વારા ડીસેમ્બર ૨૦૧૯મા મંજુર કરેલ છે તે લાભો સત્વરે ચૂકવવા વિજ કર્મચારીઓએ માંંગણી કરેલ છે. સાથોસાથ ગુજરાતભરના તમામ વિજ કંપનીઓના વીજ કર્મચારીઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે, જો વિજ કર્મચારીઓની માંંગણીઓને સત્વરે ન્યાય ન મળે અને લાભો વિજ કર્મચારી ઓને ન ચુકવાય તો આગામી તા. ૨૨/૦૧/૨૦૨૧ ને શુક્રવાર બાદ અચોકકસ મુદતની હડતાલ પર જવા તમામ યુનિયનો અને એસોસીએશનોના હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તેવું ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિના સંયોજક આર.બી. સાવલીયા અને ગિરીશ જોશીએ કહ્યું હતું.