ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ કલા મેળા – ૨૦૧૯નું કર્યું ઉદ્ઘાટન, ગુરુ ગોવિંદ સમાધિ પર કર્યા વંદન અને આદિવાસી ભવનનું લોકાર્પણ કર્યું તથા કેદારનાથ અને ગુરુ ગોવિંદની સમાધીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કરી જાહેરાત અને તેના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ઈશ્વર પટેલ, જયદ્રથસિંહ પરમાર, ગણપત વસાવા, અમિત ઠાકર તેમજ ટ્રાઇબલના સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ હેલિપેડ થી પહેલા સીધા સીટી ગ્રાઉન્ડ પાસે આવેલ આદિવાસી ભવનનું લોકાર્પણ કરી ત્યારબાદ નવજીવન આર્ટસ કોમર્સ કોલેજ ખાતે ૨૦૧૯ ના રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવનુના મેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુક્યો હતો અને જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે કૉંગ્રેસએ વર્ષોથી આદિવાસીઓ માટે માત્ર થાગડ થિગડ કર્યું છે અને એના સિવાય કશું નથી કર્યું જયારે ભાજપે સરકારમાં આવ્યા પછી આદિવાસીઓ માટે આવાસ હોય કે શિક્ષણ માટે એકલવ્ય શાળાઓ, શૌચાલયો અને જંગલની જમીનો આ તમામ યોજનાઓ ભાજપ સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાઇ છે અને તેનો અમલ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આશા પટેલ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે કૉંગ્રેસ ના કાર્યકર્તાઓ અંદરો અંદર ઝગડે છે આમાં ભાજપને કાંઈ જ લેવા-દેવા નથી અને મને પણ ગઈ કાલે આપના માધ્યમથી જ આ બાબત જાણવા મળી છે અને એ કૉંગ્રેસ પાર્ટીનો વિષય છે કે આશાબેને કેમ રાજીનામુ આપ્યું? અને હજી મારા સુધી કોઈ આવ્યું નથી એટલે એમાં ભાજપને કાંઈ જ લેવા-દેવા જ નથી.
બપોરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી લીમડી કારઠ ખાતે ગુરુ ગોવિંદ ની સમાધિએ પહોંચ્યા હતા જ્યાં ગોવિંદ ગુરુની સમાધીએ વંદન કરી સમાધિ સ્થળ ઉપર ચાદર ચઢાવી પુષ્પ અર્પણ કર્યા હતા અને ગોવિંદ ગુરુની સમાધિ અને કેદારનાથ મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જેના નેજા હેઠળ આઝાદીની લડાઈમાં મારા ૧૫૦૦ આદિવાસી ભાઈઓએ દેશ માટે શહીદી વહોરી હતી તેમની આ પવિત્ર ધરતીને વંદન કરી હું પોતાને ગૌરવશાળી મહેસુસ કરી રહ્યો છું અને આ ગોવિંદ ગુરુના પવિત્ર ધામને હું દેશ દુનિયાના લોકો આવે તે માટે ભાજપ સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને સરકાર તેનો વિકાસ કરશે. અને ત્યારબાદ ઝાલોદ અને સંજેલી તાલુકાનીના નવીન ભવનો માટે ભૂમિ પૂજન કરી અને તકતીઓનું અનાવરણ ત્યાંજ સ્થળ ઉપર કરી પરત ફરી હેલિપેડ જવા રવાના થયા હતા.