ભારત દેશના દરેક ઘર સુધી વર્ષ ૨૦૨૨ સુધીમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ બને એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સંકલ્પબદ્ધ છે, ત્યારે ગુજરાત રાજ્યની વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત ગામે ગામ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો.
જેમાં ખરોડ જિલ્લા પંચાયત બેઠકમાં ૭ ગામોનો ₹.૮૨૧.૫૬ લાખ ના ખર્ચે, બાવકા અને મોટી ખરજ બેઠક ખાતેના ૮ ગામોમાં ₹.૮૮૪.૮૬ લાખના ખર્ચે, નીંદકા પૂર્વ અને મોટી રેલ ખાતેના ૨૦ ગામોના ₹.૧૭૮૫.૨૬ લાખના ખર્ચે, ઘુઘસ બેઠક ખાતેના ૧૩ ગામોનો ₹.૭૬૫.૪૫ લાખના ખર્ચે, સલરા બેઠક ખાતેનાં ૧૨ ગામોનાં ₹.૧૨૧૯.૯૮ લાખના ખર્ચે, માળગાળા અને લખનપુર ખાતેનાં ૧૮ ગામોના ₹.૧૬૯૬.૩૨ લાખનાં ખર્ચે ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત શુદ્ધ પાણી પહોંચતુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, તાલુકાના અને જિલ્લાના સદસ્યો અને કર્મચારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.