ગુજરાત રેલવે પોલીસ દાહોદના PSI એ.જે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ દાહોદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુસાફરોને રાખડી બાંધી રક્ષાબંધનનાં પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે શ્રાવણ સુદ પૂનમ (નારિયેળી પૂનમ) એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર કે જેમાં બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે. અને બહેન પોતાના ભાઈની લાંબી ઉંમરની ભગવાન ને પ્રાર્થના કરે છે. આજે તા.૧૯/૦૮/૨૦૨૪ ને સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વમાં દાહોદના રેલવે સ્ટેશન પર ગુજરાત રેલવે પોલીસના P.S.I. એ.જે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ રેલવે સ્ટેશન પર મુસાફરી માટે આવેલ રાહગીર (મુસાફર) ને પોતાના સાથી કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવતા આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. આત્યારબાદ રેલવે પોલીસના P.S.I. એ.જે. પંડ્યા પોતાના સ્ટાફ સાથે વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં પણ રાખડી બાંધી અને ત્યારબાદ તેઓને છાપરી ખાતે આવેલ રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ સંચાલિત એમ.બી.જૈન અંધજન વિદ્યાલય ખાતે જઈને ત્યાંના ભૂલકાંઓને પણ રાખડી બાંધી હતી.
રેલવે પોલીસ દ્વારા આ ઉત્કૃષ્ઠ કાર્ય કરવા બદલ NewsTok24 નાં એડિટર ઇન ચીફ નેહલ શાહ તથા એક્સિક્યુટિવ એડિટર કેયુર પરમાર તથા ટીમ દ્વારા ગુજરાત રેલવે દાહોદની ટીમને અભિનંદન પાઠવેલ છે.