Saturday, April 5, 2025
Google search engine
HomeDahod - દાહોદગુજરાત વન વિભાગના ગીર ફાઉન્ડેશન દ્વારા વલચર્સ સેન્સસ ૨૦૧૮ મુજબ દાહોદ જિલ્લામાં...

ગુજરાત વન વિભાગના ગીર ફાઉન્ડેશન દ્વારા વલચર્સ સેન્સસ ૨૦૧૮ મુજબ દાહોદ જિલ્લામાં ગણતરી રામપુરા ઘાસ બીડ ખાતે થઈ શરૂ કરવામાં આવી

 

 

 

THIS MEWS IS SPONSORED BY: RAHUL HONDA

ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. આજથી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં ગીધની ગણતરી કરવામાં આવશે, જેમાં રાજ્યના વનવિભાગ ના અધિકારી તેમજ અભ્યારણના અધિકારી આ ગણતરીમાં જોડાશે. ગીધની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કાઠિયાવાડમાં સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં સુરત અને ડાંગમાં અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારોમાં જોવા મળતું આ પક્ષી ગીધ હવે એકદમ ઓછી સંખ્યામાં થઇ ગયું છે અને એક ગીધ જોવાય તો લોકો ફોટા પાડવા દોડે છે જેની ગણતરી આજે દાહોદ જિલ્લામાં દાહોદના રામપુરા ખાતે શરુ થઇ હતી.

ત્યારે સરકાર દ્વારા આજથી બે દિવસ માટે રાજ્યમાં વિવિધ જગ્યા ઉપર કે જ્યાં આની વસ્તી હોય ત્યાં જઈને ગણતરી કરશે સાથે આ પક્ષીને બચાવા માટે શું કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધી શકે તેનું અવલોકન કરશે. ઉલ્લેખનીય છે.કે. ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે, પણ છેલ્લા કેટલાક વર્ષો માં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ભુતકાળ માં રામપુરા બીડમાં ૬ મહિના પહેલા ગીધ થયા હતા જેના કારણે તેમની ગણતરી માટે આ લોકેશન પસંદ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં રામપુરા, રોઝમ, ઝલોદ, દેવગઢ બારીયા, કંજેટા જેવા ગામડામાં ગીધની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. દાહોદ જિલ્લાના અધિકારી ઓ, રામપુરા A.C.F. પુવાર અને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો આ અભિયાનમાં જોડાયા છે અને જુદા જુદા ગામની મુલાકાત લઈને ગીધ વિષેની માહિતી મેળવી રહ્યા છે.

જયારે દાહોદ જિલ્લાનું રીંછ અભિયારણ ખુબ મોટું છે અને દાહોદ જિલ્લાની જુદી જુદી રેન્જમાં જુદા જુદા પશુ પક્ષીઓ જોવા મળે છે જેવા કે રીછ, દીપડા, ઝરખ, નીલ ગાય અને દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તામાંતો હરણ પણ જોવા મળે છે. આજે જયારે સવારે ન્યૂઝની ટીમ વેન કર્મીઓ સાથે સવારે ગીધના સેન્સસ માટે સવારે વહેલી સવારે રામપુરા ઘાસ બીડમાં નીલ ગાયના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને પક્ષીઓ પણ હતા. કહેવાય છે કે વલચેરનું લુપ્ત થવાનું કારણ ડાઈકલોફેનિક નામનું ડ્રગ્સ જવાબદાર છે કારણકે જયારે પણ કોઈ ગીધને ટીટમેન્ટ અપાઈ પછી આ ડ્રગ્સના કારણે તેમના શરીમાં ગાંઠો થતી અને ગીધો મૃત પામતા હતા.આ વિષય સરકારના ધ્યાને ખુબ મોડો આવ્યો પરંતુ ધ્યાન પર આવ્યા બાદ હવે તેની કાળજી રખાય છે. પણ તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાની વાતો છે . નિષ્ણાતોના કહેવા છે કે આ અપર સાયકલ કહેવાય જો આ સાયકલ મૃત પાયે થાય તો મનુષ્યો ના જીવન પર પણ આની ભવિષ્યમાં મોટી અસર જોવા મળી શકે તેમ છે,

નોંધ – ૨૦૧૬ માં કુલ ગુજરાતમાં સરકારી સેન્સસ મુજબ માત્ર 999 વલચર હતા અને ત્યાર બાદ આજે ૨૦૧૮ માં હવે જોવાનું રહશે કે આ ગણતરી કેટલી થઇ. અને ૨૦૦૭ થી ૨૦૧૬ સુધીમાં તેમની વસ્તીમાં નોંધ પાત્ર એટલે ૫૦% જેટલો ઘટાડો નોંધાયો છે અને આ વલચર લગભગ છે. હવે જોવાનું એ રહ્યું કે ૨૦૧૮ ના સેન્સસમાં કેટલો વધુ ઘટાડો જોવા મળે છે કે પછી આંશિક વધારો.પરંતુ આજના પ્રવાસ બાદ દૂર દૂર સુધી વધારાની કોઈ શક્યતાઓ જોવાથી નથી.

NEHAL SHAH – EDITOR IN CHIEF –  NEWSTOK24

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments