Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB દ્વારા પાંચ જેટલા બુટલેગરોને પાસા હેઠળ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB દ્વારા પાંચ જેટલા બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ સજાગ બની છે. દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ પારદર્શક રીતે લોકશાહીનો પર્વ ઉજવાય તે અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બની અસામાજિક તત્વોને શાણસામા લેવા કમર કસી છે, ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા જેવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા પાંચ બુટલેગરોને દાહોદ LCB ની ટીમે પાસા હેઠળ અટકાયત કરી જિલ્લાની બહારની જેલમાં મોકલી દીધાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી જિલ્લા પર આવેલા દાહોદ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વિદેશી દારૂની પ્રવૃત્તિની હેરફેરમાં સંકળાયેલા બુટલેગરોને કડક રીતે ડામી દેવા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પારદર્શક રીતે લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય અસામાજિક પ્રવૃતી માં સંકળાયેલા ગુનેગારોને ઝડપી લેવા એક્શનમાં આવી છે ત્યારે સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂની હેરફેરમાં છેલ્લા કેટલાય દિવસથી સંકળાયેલા દાહોદ જિલ્લાના પાંચ જેટલા બુટલેગરોને દાહોદ LCB એ સ્પેશિયલ ઓપરેશન પાર પાડી તેઓની પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં ધકેલી દીધા છે. LCB દ્વારા પાસા કરાયેલા બુટલેગરોમાં (૧) ઝાલોદ તાલુકાના મુનખોસલાના અજયભાઈ રામુભાઈ ભાભોરને જામનગર, (૨) ગરબાડા તાલુકાના જેસાવાડાના મહેશભાઈ મડુભાઈ બારીયાને રાજકોટ, (૩) ધાનપુરના જયંતિભાઈ વરસીંગભાઈ ડામોર ને જામનગર, (૪) દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામના વિનોદભાઈ ગોરધનભાઈ પટેલને જામનગર તેમજ (૫) ધાનપુર તાલુકાના ખોખરા ગામના નિલેશભાઈ અભેસિંગ તડવીને ભુજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments