સંજેલી તાલુકામાં જૂના બસ સ્ટેન્ડ ખાતે સમાજ સુધારક ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિ આવેલ છે. અને આ વિસ્તારને ગુરુ ગોવિંદ ચોકના નામથી જાણીતો બનેલ છે. આદિવાસી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહીને ભીલ સમાજના સુધારક અને અગ્રણી કાંતિવીર અને ધાર્મિક ગુરૂ ગોવિંદ મહારાજની મૂર્તિને દિવડા પ્રગટાવીને, ફૂલહાર પહેરાવીને સેવા પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ગુરુ એટલે ટૂંકમાં સાચો રસ્તો બતાવે… અંધકાર માંથી અજવાળા તરફ જે આપણા ને જીવન જીવવાની દિશા બતાવે તે આપના ગુરુ. આમ સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી સમાજના ભગવાન ગણાતા ગુરુ ગોવિંદ મહારાજની પૂજા અર્ચના કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. સમાજને સાચો રસ્તો બતાવનાર અને એમને માર્ગે ચાલનાર હાલ આદિવાસી સમાજ પ્રગતિમાં હરણફાળ ભરી રહેલા છે એમ કહીએ તો કઈક ખોટું નથી. આમ ગુરુ પૂર્ણિમા ના દિવસે આદિવાસી સમાજના સદસ્યો ઉપસ્થિત રહીને ગુરુની સેવા – પૂજા કરી હતી અને એકબીજાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવી હતી. જય ગુરુ માલિકના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. આમ સમસ્ત સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.