Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય : દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ સ્ટેશનના ત્રણ ગામોને...

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય : દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ સ્ટેશનના ત્રણ ગામોને લીમખેડા પોલીસ સ્ટેશનમાં તબદીલ કરાયા

 EDITORIAL DESK –– DAHOD 

નાગરિકોની સલામતી અને સુરક્ષા સત્વરે પૂરા પાડવા માટે રાજ્ય સરકારે અનેકવિધ નવતર આયમો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના જેસાવાડા પોલીસ સ્ટેશનમાંથી ત્રણ ગામોને લીમખેડા પોલીસ સ્ટેશનના તબદીલ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે નાગરિકોને સરળતા થશે અને ઝડપી ન્યાય મળશે.

અગાઉ નવીન જેસાવાડા પોલીસ સ્ટેશન મંજૂર કરવાને કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા, જાદાખેરિયા અને કથોલીયા ગામોનો જેસાવાડા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગામોનો કાયમી વ્યવહાર લીમખેડા સાથે જોડાયેલ હોઇ અને ગુનાખોરીના અસરકારક નિયંત્રણ માટે સદર ગામોને ગ્રામજનો અને આગેવાનો તથા સ્થાનીક ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા કરવામાં આવતી રજૂઆતો ધ્યાને લઈ જેસાવાડા પોલીસ સ્ટેશનની હદના ચીલાકોટા,જાદાખેરિયા અને કથોલીયા ગામોને લીમખેડા પોલીસ સ્ટેશનમાં તબદીલ કરવાનો નિર્ણય કરાયો છે. હવેથી આ ગામોની તમામ કામગીરી લીમખેડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments