
ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર શાન્તિલાલ બ.નં. ૯૬૫ નાઓનો રિપોર્ટ છે કે ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં. ૧૨/૨૦૧૯ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ ઉ.વ. ૩૦ થી ૪૦ ના આશરાનો તા.૨૧/૦૬/૨૦૧૯ ના કલાક ૧૭:૩૦ વાગ્યા પહેલા ટીંબા રેલ્વે સ્ટેશન થી આગળ મહીસાગર રેલ્વે બ્રિજ થી ગોધરા તરફ રેલ્વે કિ.મી. નં. ૫૩/૨૭-૨૮ ના થાંભલાઓની વચ્ચે રેલ્વે લાઈનની બાજુમાં ઉત્તર દિશા તરફ કંથારના ઝાડની નીચે કોઈ પણ કારણસર મરણ ગયેલ હોય અને લાશ ડી’ કમ્પોઝ જેવી હાલતમાં હોય, જે મરનારના વાલી વારસો મળી આવેલ ન હતા અને લોકવાયકા થી જાણવા મળતા કાંતિભાઈ ભગાભાઈ જાતે પરમાર રહે.બેડપના મુવાડા તા.ડેસર જી.વડોદરાવાળાનાનો મોટો ભાઈ જે સ્થિર મગજ નો હતો. તે ત્રણેક મહિના પહેલાથી મળી આવેલ ના હોય, જેથી બનાવવાળી જગ્યાએ આવી આ કામમાં મરણ જનારના પહેરેલ કપડાં તેમજ ડાબા હાથે બાંધે માતાજીની ચૂંદડી તેમજ ધાતુના પહેરેલ કડા તેમજ માથે કરાવેલ મુંડન આધારે તેમણે પોતાનો સ્વભાવ ભાઈ નામે ફતેસિંહ ભગાભાઈ જાતે પરમાર ઉ.વ. ૬૦ ના આશરાનો રહે. ઉપર મુજબ વાળો હોવાનું બે પંચોની હાજરીમાં ઓળખી બતાવ્યો હતો. અને અંતિમ ક્રિયા કરવા સારું લાશનો કબજો તેમને સંભાળેલ હતો પરંતુ સદર ફતેસિંહ પરમાર તા.૦૪/૦૯/૨૦૧૯ ના રોજ લુણાવાડા મીસરી નદીના મંદિર પાસેથી મળી આવેલ હોય તેથી સદર મરનાર બીજી કોઈ અજાણી વ્યક્તિ મરણ ગયેલ હોય જેથી મરનારના વાલીવારસોની તપાસ થવા સારું વર્ણન નીચે મુજબ લખેલ છે જે આપણે વિવિધ થાય.
મરનારની લાશનો વર્ણન: –
એક અજાણ્યો પુરુષ ઉ.વ.૬૦ નાનો મધ્યમ બાંધો, માથા પર ટાલ છે. ઊંચાઈ ૫”ફૂટ x ૭ ઇંચ જેટલી, કોહવાયેલી ડી કમ્પોઝ હાલતમાં, શરીરે સફેદ જેવું કાળું પડી ગયેલ આખી બાંયનું શર્ટ તથા કાળા જેવું પેન્ટ પહેર્યું હતું. ડાબા હતે માતાજીની ચૂંદડી તથા ધાતુનું કડું પહેરેલ હતું.