દાહોદ જિલ્લાના મુખ્ય દાહોદમાં તા.૨૬/૧૨/૨૨૪ ની સાંજે વિજયભાઈ ભારવાડને માહિતી મળી કે દાહોદની દૂધીમતી નદીના કિનારે સૂફિયાન સદ્દૂ અને તેના સાગરિતો દ્વારા ગાયની હત્યા કરવામાં આવી રહી છે. ગૌરક્ષકો દ્વારા તાત્કાલિક દાહોદ ટાઉન ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના P.I. કામલિયા સાહેબને જાણ કરી. પોલીસ દ્વારા તરત જ ગૌરક્ષકો ને સાથે રાખીને દૂધીમતી નદી કિનારે રેઈડ કરીને સૂફિયાન સદ્દૂને ગાય કાપતા રંગે હાથ પકડવામાં આવ્યો. એક ગાય કતલ કરેલી હાલતમાં મળી આવી અને ગૌ હત્યા કરવા ના સાધનો પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ FSL રિપોર્ટ મળ્યા બાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. દાહોદ ટાઉન ‘A’ ડિવિજન પોલીસ સ્ટેશન ના P.I. અનિરુદ્ધ કામલિયા, PSI ભરવાડ, PSI સુરતી તથા પોલીસ સ્ટાફના ગોપાલભાઈ ભરવાડ, રમેશભાઈ આહીર, નિકુંજભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ, ઉમેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફનો ખૂબ જ સારું યોગદાન રહ્યુ.
વધુમાં ગૌરક્ષક દળ દ્વારા દાહોદ પોલીસની સારી અને મદદનીય કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. અને પોલીસ સ્ટાફે પણ ગૌ રક્ષક દળ ના તમામ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.