NewsTok24 – Sabir Bhabhor – Fatepura
ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણુ ભારત સ્વચ્છ ભારત ની બુમો પાડતા થાકતા નથી અને દરેક પંચાયત, નગરપાલિકા, શાળા તથા દરેક નાગરીક ને સ્વચ્છતા નુ આહ્વવાન કરતા રહે છે. હાલ મા જ ગાંધી જયંતિ નીમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન પણ ચલાવવામા આવ્યુ હતુ પણ ફતેપુરા નગર મા સ્વચ્છતા કે સફાઈ જેવુ કાઈ છે જ નહી. તંત્ર ને માત્ર સરકારી ગ્રાંટ બારોબાર વગે કરવામા જ રસ છે. નગર મા વર્ષો જુનુ તળાવ આવેલુ છે. જેની સામે જ મુસ્લિમો નુ કબ્રસ્તાન અને નજીક મા જ વિજ્ઞાન પ્રવાહ ની શાળા પણ આવેલી છે.
તંત્ર દ્રારા આ તળાવની સફાઈ અને જાળવણી કરવાને બદલે ફતેપુરા ગ્રામપંચાયત અને કરોડીયા ગ્રામપંચાયત દ્રારા નગર માથી કચરો ઉઠાવી કબ્રસ્તાન ના ગેટ ની સામે જ નાંખવામા આવે છે. ઈદ ની નમાઝ પઢવા અથવા મરણપ્રસંગે દફનવિધિ માટે કબ્રસ્તાન મા આવતા લોકોને પારાવાર દુર્ગધ સહન કરવી પડે છે. હાલ 30% તળાવ કચરા થી ભરાયેલ જોવા મળી રહ્યુ છે. આ જ રીતે ત્યા કચરો ઠલવાતો રહેશે તો થોડા સમય મા તળાવ મટી ને ઉકરડો બની જશે. દરેક શાળાઓ મા સ્વચ્છતા ના પાઠ સીખવાડવા મા આવે છે ત્યારે ફતેપુરા મા વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ ગંદકી ની નજીક રહી ને ભણી રહ્યા છે. આ બન્ને પંચાયતો તળાવ મા કચરો ઠાલવવાનુ બંધ કરી તળાવ ની સફાઈ કરાવી આ તળાવને લોક ઉપયોગી બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.