અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ શાહપુર ગામના મફાભાઈ સાગરભાઇ કોળી પટેલના દીકરા જગદીશભાઈ મફાભાઈ શનિવારે કહ્યા પૂછ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પોલીસની મદદથી ઘર-પરિવારજનોએ શોધ ખોળ કર્યા બાદ પોતાનો દીકરો મળ્યો પછી નળસરોવર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં પીઆઇ અમી ગોરી, પીએસઆઇ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા દીકરાની તપાસ હાથ ધરતા ગાંધીનગરથી છોકરાને શોધી કાઢ્યો હતો. દીકરાને શોધવા બદલ નળ સરોવર પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. (માહિતી અને તસવીર : રસીક કોળી – રૂપાવટી)
ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલા શાહપુરના દીકરાને શોધી લાવી નળ સરોવર પોલીસ સ્ટાફે કરી સરાહનીય કામગીરી
RELATED ARTICLES