FARUK PATEL SANJELI
૧.છેલ્લા કેટલાય દિવસથી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાણી પુરવઠા વિભાગ તરફથી સંજેલી તાલુકાના ગામડાને માછણ નાળાનું પીવાનું પાણી ટેન્કરો મારફતે ગામડામાં વિતરણ કરવામાં આવતું હતું પરંતું, જિલ્લા કલેકટર અને પાણી પુરવઠા વિભાગ કે.એસ.ડાંગી સંજેલી વિસ્તારમાં ૨૬ જેટલા ગામમાં સર્વે કરી ૯ જેટલા ગામોમાં પાણીના ટેન્કરો બંધ કરવાનો આદેશ આપ્યો હતો જેથી ચાકીસણા ગામે માત્ર ૨૦ હાજર લીટર પાણી મળતું હતું તે પણ અચાનક બંધ કરી દેવામાં આવતા અગાઉ તારીખ ૨૬ ના રોજ ચાકીસણા ગામે વહેલી સવારે આવતા જતા પાણીના ટેન્કરો ચાકીસણા ગામની મહિલાઓએ ગામમાં અન્યાય થતો હોવાની ટેન્કરો રોકીને ઘેરાવો કર્યો હતો તે સમયે પણ ગામના કાર્યકરોએ તાલુકા અને જીલ્લાના અધિકારીને જાણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ અધિકારી કે અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્ય કે તાલુકા પ્રમુખ સ્થળની મુલાકાત લીધી ન હતી. ત્યારબાદ પણ આજ દિન સુધી ચાકીસણા ગામને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન થતા તા.૩૧/૦૫/૨૦૧૬ના રોજ મામલતદાર કચેરીએ સંજેલી મામલતદાર એ.આર.ડામોરને ચાકીસણા ગામના તાલુકા પંચાયત સભ્ય લલીતકુમાર ઝેડ બારિયા લેખિતમાં ભુખ હડતાલ પર ઉતરવાની જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ વ્યવસ્થા ન થતા ૦૧/૦૬/૨૦૧૬ના રોજ ૧૧:૪૫ કલાકે તાલુકા સેવા સદન ખાતે ચાકીસણા ગામના યુવા કાર્યકરો પાણીના ટેન્કરો દ્વારા પાણી આપવાની માંગ સાથે ભુખ હડતાલ પર ઉતર્યા છે.
૨.જયારે આજે સવારથી જ પાણીને લઈને કુંડા ગામના રહીશો પણ આવતા જતા ટેન્કરો રોકી અમારા ગામને અન્યાય કરો છો તેમ કહી બધા ટેન્કરો રસ્તા ઉપર રોકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
પાણી પુરવઠાનો ટાંકો પણ શોભાના ગાંઠિયા સમાન. પાણી આવે છે છતાં પણ ટાંકામાંથી ડાયરેક્ટ કુવામાંથી પાણી આપવામાં આવે છે. સ્ટેન્ડ પોસ્ટની લાઈનો પણ બંધ છે. ભામણ ગામના પાણી પુરવઠાના કર્મચારીના ઘરે ૨ કિમી સુધી લાઈન લંબાવી પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ ચાલતી કુવામાં ડાયરેક્ટ પાઈપ લાઈનો.
HONDA NAVI