KEYUR PARMAR – DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે એક રેલ્વે કર્મચારી મનિષકુમાર રામચંદ્ર રહે. ક્વા. નંબર ઈ.૧૬/૯ મંગલમહુડી રેલ્વે સ્ટેશન, ઉસરા, તા. લીમખેડા તા.૨૫/૦૨/૨૦૧૭ ના રોજ બપોરના સી – સાઇટ રેલ્વે ફાટક પાસે આવેલ સી.પી.ડબલ્યુ.આઇ.ની કચેરીમાં ચાલુ ફરજે ખાનગી રજા મૂકવા ગયેલ તે સમયે ફરજ પરના અધિકારી દેવરાજસિંહ (CPWI) સાઉથ દાહોદ મને રજા મૂકવા માટેનું કારણ પૂછેલ તો તે દરમીયાન મારી સર્વિસમા મે છ મહિનાથી મે એકપણ વાર રજા લીધેલ નથી અને મારા હકની રજા મેળવવામાં માટે ૧૫ દિવસની રજા મૂકવા માટે કહેલ તે સમયે મારી આ રજા માટે રૂપિયાની માંગણી કરેલ નહિ અને કહેલ કે જો તું તું રૂપિયા નહીં આપે તો તારી રજા મંજૂર નહીં થાય તારી જાત વાળા બુટ, ચંપલ, સાફ કરવાનું કામ કરે છે. અને તું તે જ કરજે અને પછી રજા મેળવજે તેમ કહી મા-બેન સમાન બોલી અને કહે કે તારે પૈસા તો આપવા જ પડશે હું તમારો બાપ છું. મારૂ નામ દેવરાજ સી. દવે અને હું રતલામ ડિવિઝન નો દાદા છું અને યુનિયનનો લીડર છું અને તારાથી જે થાય તે કરી લેજે એમ કરીની તેને કહ્યું કે મારૂ નામ દેવરાજસિંહ છે. ત્યારબાદ દેવરાજસિંહ સ્ટોર રૂમમાં પકડી લઈ જઈ મને બંધ કરી દીધો પછી તેના સાગરીતોને બોલાવી બે લાકડાના ધોકા વડે મને માર મરવામાં આવ્યો હતો ત્યારબાદ હું ઓફિસમાથી ભાગી છૂટવાની કોશિશ કરી તે સમયે ટ્રોલિમેન નિલેષ યાદવ, દિનેશ દીવાલ પાસે લઈ જઈ માર મરાવવામાં આવ્યો આ બાબતે મનીષકુમારે દાહોદ પી.આઈ. સાહેબને ફરિયાદ કરી વિનંતી કરી કે મારી આ અરજી ધ્યાને લેજો.