Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદછત્રાલમાં થયેલ હિન્દૂ યુવકની હત્યા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) એ દાહોદ...

છત્રાલમાં થયેલ હિન્દૂ યુવકની હત્યા મામલે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) એ દાહોદ કલેકટરને આપ્યું આવેદન

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં અશોકભાઈ પટેલ નામના હિન્દૂ યુવાનનું કલ્લુમિયા નામના મુસ્લિમ યુવાન દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા મામલે આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) ના કાર્યકર્તાઓ દ્વારા આ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજ રોજ તા.૨૮/૦૬/૨૦૧૮ ગુરુવારે આ ઘટનાને ત્રણ દિવસ વીતવા આવ્યા પરંતુ આજ દિન સુધી હત્યારાને પકડવા માટે કોઈ પણ પ્રકારની તજવીજ હાથ ધરાઈ નથી. માટે જ આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ (AHP) દ્વારા છાત્રાલ ગામના અશોકભાઈ પટેલના હત્યારાઓને પકડવા માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ આ બાબતની રજુઆત કરવામાં આવી છે. અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા અશોકભાઈ પટેની હત્યાના ગુનેહગાર કલ્લુમિયાની ધરપકડ થાય અને બીજા જે પણ કોઈ ગુનેહગાર આ હત્યા ના ગુન્હામાં સંડોવાયેલા હોય તેઓની તાત્કાલિક ધરપકડ થાય આકરી સજા થાય તેવી રજુઆત આવેદનમાં કરાઈ છે.

સૂત્રો દ્વારા માહિતી મળ્યા મુજબ આ કરપીણ હત્યા અગાઉ ત્રણ હિન્દૂ યુવાનો ઉપર હુમલા થઈ ચૂક્યાં છે અને અને તેમના પર કોઈ પગલાં લેવાયા નથી તેથી આ આવી બરબરતા ભરી ચોથી ઘટના ઘટી જેમાં યુવકની હત્યા થઈ હતી. જેથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે આ પરિવારની લાગણીને ધ્યાને રાખીને દાહોદ જિલ્લા કલેક્ટર આવેદન આપી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચાડી અને આવી હત્યા કરનારા અને આ પ્રકારના કૃત્યો કરનારાઓને પ્રોત્સાહન આપનાર દરેકની ધરપકડ થાય અને સજા થાય તેવી અમારી ઉગ્ર માંગણી છે. તેવી રજુઆત કરી આવેદન પત્ર આપ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments